રાજકોટમાં કોરોનાથી 9નાં મોત, પોઝિટિવ કેસની સંખ્યા 7,264 પર પહોંચી, 900 સારવાર હેઠળ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-12 12:50:13
  • Views : 354
  • Modified Date : 2020-10-12 12:50:13

          રાજકોટ અને સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં માત્ર રાજકોટ જિલ્લામાં જ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 10 હજારને નજીક પહોંચી ગઈ છે. રાજકોટમાં પોઝિટિવ કેસની સંખ્યા 7,200ને પાર પહોંચી ગઈ છે. રાજકોટ શહેરમાં 2,60,000થી વધુ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને એમાંથી 2.65 ટકા પોઝિટિવ નોંધાયા છેરાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. રાજકોટમાં કોરોનાથી 9 લોકોનાં મોત થયાં છે, જ્યારે પોઝિટિવ કેસની સંખ્યા 7,264 પર પહોંચી છે. જેમાં રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 900 દર્દી સારવાર હેઠળ છે. રવિવારે રાજકોટમાં 101 દર્દી કોરોનામુક્ત થતાં તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે..રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે. તેમની ચેન્નઈની MGM હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સંપૂર્ણ ભાનમાં આવ્યા બાદ ચેન્નઈના નિષ્ણાત તબીબ ડો.બાલકૃષ્નન વધુ સારવાર કરશે. ફેફસાંમાં ગઠ્ઠા જામી જવાથી પૂરતો ઓક્સિજન મળવામાં મુશ્કેલી થઈ રહી છે.

Download Our B K News Today App



Related News