ગામડાઓમાં કોરોના સંક્રમણ વધ્યું,સપ્તાહમાં 173 કેસ, જિલ્લામાં વધુ 26 પોઝિટિવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-26 13:58:17
  • Views : 1195
  • Modified Date : 2020-07-26 13:58:17

   શનિવારે જિલ્લામાં કોરોનાના 26 કેસ પોઝિટિવ આવતાં કોરોના આંક 738 એ પહોંચ્યો છે.શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ ઝડપથી વિસ્તર્યું છે એક સપ્તાહમાં જ 173 કેસો પોઝિટિવ આવ્યા છે જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા 738એ પહોંચી છે.ચોથા દિવસેય પાલનપુરનો એકેય કેસ પોઝિટિવ જાહેર કરાયો નથી. જિલ્લામાં શનિવારે નવા 26 પોઝિટિવ દર્દીઓ જાહેર કરાયા હતા જે મળી જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા હવે 738 પર પહોંચી ગઈ છે. તો બીજીતરફ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચિંતા જનક હદે સંક્રમણ વધી ગયું છે એક જ સપ્તાહમાં 173 પોઝિટિવ દર્દીઓ જિલ્લામાં જુદા જુદા ગામોમાં આવ્યા છે જેમાં શનિવારે પોઝિટિવ આવેલા દર્દીઓમાં થરાદમાં 7 ભાભરમાં 7 ડીસામાં 6 દિયોદરમાં 3 કાંકરેજમાં 2 અને સુઈગામના 1 દર્દી મળી 29 પોઝિટિવ આવ્યા છે.

પાલનપુર, ડીસા, સૂઈગામ, ભાભર અને દિયોદરના કન્ટેઇનમેન્ટ એરીયા

પાલનપુર શહેર ;-  અયોધ્યાનગર,ગોબરી રોડ,ટી.વી.કેન્દ્રની બાજુમાં, નવા લક્ષ્મીપુરા મંદિરની સામે, રાધીકા રેસીડેન્સી, ગાયત્રી મંદિરની પાછળ, કલ્યાણ સોસાયટી, માનસરોવર રોડ, દલવાડા ગામમાં તલાવડીની બાજુમાં, વેડંચા ગામમાં અંબાજી મંદિર પાસે,વાસણ ગામમાં મેવાડાવાસ

ડીસા ;-  ગોલ્ડન પાર્ક, હરસોલીયાવાસ, મનસુરી ગાદલાવાળા ગલી, બીડી પાર્ક,

ભાભર ;- તિરૂપતિ નગર,

સુઈગામ ;-  ખડોલ ગામમાં પાંચાળાનું ફળીયું, શંકરકલાનુ ફળીયુ,

દિયોદર ;- દિયોદરમાં ઠાકોરવાસ, રાઠોડવાસ, બ્રાહ્મણવાસ,ઓગડનાથ સોસાયટી, નવા ગામમાં ચૌધરી ચેલાભાઈ તેજાભાઈના ઘરથી ચૌધરી ઈશ્વરભાઈ વીરાભાઈના ઘર સુધી.

પાલનપુરના ગાયનેક તબીબ સંક્રમિત ; - બનાસ કોવિડ હોસ્પિટલ ના ગાયનેક વિભાગમાં ફરજ બજાવતા ડો.ચિંતન પટેલ કોરોનાથી સંક્રમિત થતા તેમને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જયા ઓક્સિજન પર રખાયા છે.





Download Our B K News Today App



Related News