વિધાનસભા સત્ર શરૂ થતા પહેલાં કોરોનાની તપાસ, સચિવાલયમાં પાંચ હજાર ટેસ્ટ 60 કર્મચારી પોઝિટિવ આવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-16 12:20:27
  • Views : 319
  • Modified Date : 2020-09-16 12:20:27

       રાજ્યમાં કોરોના સંક્રમણ વધવાની સાથે સચિવાલય સહિતની સરકારી કચેરીઓમાં પણ ફેલાયું છે ત્યારે સચિવાલયના તમામ કર્મચારીઓનો ટેસ્ટ કરવાની કામગીરીના ભાગરૂપે અત્યારસુધીમાં 5 હજારથી વધુ કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી 60 કર્મચારીઓ પોઝીટીવ જણાયા છે.અત્યાર સુધીની ટેસ્ટની કામગીરીમાં સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા ન હતા પરંતુ હવે વિધાનસભા સત્રની કામગીરીના પગલે ઉચ્ચ અધિકારીઓના પણ ટેસ્ટ કરવામાં આવશે. આ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ હવે મંત્રીઓના ટેસ્ટ કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. શનિવાર સુધીમાં તમામ મંત્રીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News