અમદાવાદના નારણપુરામાં આવેલા જીવનસંધ્યા ઘરડાંઘરમાં એક સાથે 49 વડીલો કોરોના પોઝિટિવ, કન્ટેઈનમેન્ટમાં મુકાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-23 14:09:18
  • Views : 397
  • Modified Date : 2020-10-23 14:09:18

        શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 163 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 2 દર્દીના મૃત્યુ થયા હતા. જો કે, બુધવારે 163 દર્દીને હોસ્પિટલમાં રજા આપવામાં આવી હતી. આજે પણ શહેરમાં 2955 એક્ટિવ કેસ છે. હાલ શહેરમાં કોરોનાના કુલ દર્દીની સંખ્યા 38861 અને કુલ મૃત્યુઆંક 1868 પર પહોંચ્યો છે. નારણપુરાના સમર્પણ ટાવરની બાજુમાં આવેલા જીવનસંધ્યા ઘરડાઘરમાં એક સાથે 49 વડીલો કોરોના પોઝિટિવ આવ્યા છે.કેસની સમીક્ષા બાદ મ્યુનિ.ના હેલ્થ વિભાગે નવા 7 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂક્યા છે. જ્યારે 5 વિસ્તારને કન્ટેઈનમેન્ટમાંથી દૂર કરાયા છે. શહેરમાં હવે કુલ 103 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટ હેઠળ છે. નારણપુરાના જીવન સંધ્યા ઘરડા ઘરને કન્ટેઈનમેન્ટમાં મૂકવામાં આવ્યું છે.કોરોનાની ગાઈડલાઈનમાં માસ્ક પહેરવા ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. બીઆરટીએસ અને એએમટીએસની બસમાં કેપેસિટીના 50 ટકા પેસેન્જર બેસડવાનો તેમજ એક સીટ ખાલી રાખવાનો નિયમ છે. પરંતુ શિવરંજની પાસેથી પસાર થતી બીઆરટીએસની બસમાં ક્ષમતા કરતાં વધુ પેસેન્જર ભરવામાં આવ્યા હતા. આમ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડવામાં આવ્યા છે.

Download Our B K News Today App



Related News