દિલ્હીમાં કોરોના રિટર્ન: એક અઠવાડીયામાં 70 ટકા વધ્યો સંક્રમણ દર, હોસ્પિટલોમાં હાઈ એલર્ટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-16 11:51:13
  • Views : 379
  • Modified Date : 2022-04-16 11:51:13


દિલ્હીમાં ફરી એક વાર ચિંતા વધી

ધીમે ધીમે વધી રહ્યા છે કોરોનાના કેસો

સંક્રમણ દરમાં થયો વધારો

કોરોનાના વધતાં કેસોને લઈ દિલ્હી સરકારે ભલે લોકોને ચિંતા નહીં કરવાની વાત કહી હોય, પણ દિલ્હીમાં એક અઠવાડીયાની અંદર કોરોનાના કેસોમાં 70.3 ટકાનો વધારો થયો છે. દિલ્હીમાં 1થી 7 એપ્રિલ વચ્ચે કોરોનાના 826 કેસ આવ્યા હતા, તો વળી 8 થી 14 એપ્રિલની વચ્ચે નવા કેસ 1410 થઈ ગયા છે. સંક્રમણ દર વધીને 3.95 ટકા સુધી પહોંચી ગયો છે. રાજધાનીમાં ગત રોજ કોરોનાના નવા 366 કેસ આવ્યા છે, જ્યારે 209 દર્દી સાજા થયા છે. 

તો વળી ચિંતાની વાત એ છે કે, ગુરૂગ્રામ અને નોઈડા બંને જગ્યાએ સંક્રમણ દર 7 ટકા સુધી પહોંચી ગયો છે. આ જ આંકડાને જોતા સીએમ અરવિંદ કેજરીવાલ, સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનથી લઈને દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે સતર્કતા રાખવાની વાત કહી છે. ઉપરાજ્યપાલ બૈઝલે દિલ્હીમાં કોરોનાના કેસો ફરીથી વધતાં 20 એપ્રિલે DDMA સાથે બેઠક બોલાવી છે. 

 

ડિસેમ્બરમાં ધીમે ધીમે કેસો વધ્યા, જાન્યુઆરીમાં આવી થર્ડ વેવ

ડિસેમ્બર 2022માં પહેલા ધીમે ધીમે કોરોનાના કેસો વધવા લાગ્યા હતા અને જાન્યુઆરીમાં દિલ્હીમાં કોરોના વેવનો સામનો કરવો પડ્યો હતો. એક્સપર્ટનું કહેવુ છે કે, આ વખતે પણ દિલ્હીમાં ધીમે ધીમે કેસો વધતા જાય છે અને સરકારે સ્પષ્ટ કર્યું છે કે, આ નવી વેવ નથી. કોરોનાના છેલ્લા આંકડા જોઈએ તો, આ અગાઉ પણ 2021માં એપ્રિલમાં કેસો વધવાના શરૂ થયા હતા અને એપ્રિલના મધ્ય સુધી દિલ્હીમાં બીજી વેવ આવી ગઈ હતી.

દિલ્હીમાં વધતા કોરોનાના કેસોની સાથે હોસ્પિટલમાં ફરીથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો કે હોસ્પિટલમાં ભરતી દર્દીઓની સંખ્યા ઓછી છે, પણ કોઈ પણ સંભાવનાઓને જોતા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. લોકનાયક હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડો. સુરેશ કુમારે કહ્યું કે, લોકનાયક હોસ્પિટલમાં કોરોનાના 250 બેડ ખાલી છે. તેમાંથી ફક્ત 4 બેડ પર દર્દી છે. 

દિલ્હીની સ્કૂલોમાં માસ્ક સેનિટાઈઝર ફરજિયાત

દિલ્હી સરકારે ગુરૂવારે સરકારી/ ખાનગી સ્કૂલોમાં કોવિડ 19 દિશાનિર્દેશો જાહેર કર્યા છે. તે અનુસાર સ્કૂલોમાં આવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ માસ્ક પહેરવુ, હેંડ સેનેટાઈઝર રાખવું અને સોશિયલ ડિસ્ટનેંશનનું પાલન કરવું ફરજિયાત છે. કોરોના સંક્રમિત મળ્યા બાદ તુરંત તેની જાણકારી શિક્ષણ નિર્દેશાલયને આપવી પડશે.

 

Download Our B K News Today App



Related News