જિલ્લામાં કોરોનાના વધુ 23 કેસ, બ.કાંઠામાં કોરોના સંક્રમણની તેજ રફતાર, કુલ આંક 615 પહોંચ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-23 12:30:45
  • Views : 1045
  • Modified Date : 2020-07-23 12:30:45

બનાસકાંઠા જિલ્લામાં બુધવારે વધુ  23 કેસો પોઝિટિવ આવ્યા છે.જેમાં ભાભર 02, ધાનેરા 01, વાવ 05, દિયોદર 06, સુઇગામ 03, અને ડીસા 06 કેસ દર્શાવાયા છે. પાલનપુરમાં એક પણ કેસ દર્શાવાયો નથી. જોકે હાલમાં ખાનગી લેબ દ્વારા પાલનપુરના પોઝિટિવ રિપોર્ટ વધુ પ્રમાણમાં આવતા હોઇ તેમના માત્ર કન્ટેઇનમેન્ટ વિસ્તાર જ જાહેર કરવામાં આવી રહ્યા છે.ખાનગી લેબમાં પરીક્ષણ કરાવતા દર્દીઓની પ્રાઇવસીને અગ્રતા આપી આરોગ્ય વિભાગ માત્ર સર્વેલન્સ કામગીરી કરી કન્ટેઇનમેન્ટ વિસ્તાર જાહેર કરે છે પરંતુ પોઝિટિવ દર્દીઓની યાદીમાં આંકડો જાહેર કરતા નથી જેને લઈ ગેરસમજો પેદા થઈ રહી છે. એક તરફ સિટિવિસ્તારમાં કન્ટેઇનમેન્ટ એરિયા રોજેરોજ વધી રહ્યા છે બીજી તરફ આવા વિસ્તારોમાં અવરજવર પર નિયંત્રણ લાદવા કોઈ પ્લાનિંગ ન હોવાથી પણ લોકોમાં આક્રોશ છે અને સંકલન વગર તંત્ર હવામાં હવાતિયાં મારતું હોય તેવો ઘાટ ઘડાયો છે. 

કોરોના સંક્રમિત દર્દીઓ

  • ભાભર :  (70)(પુરૂષ)
  • એટા ભાભર (28)(પુરૂષ)
  • ધરણોધર,ધાનેરા (35)(મહિલા)

વાવ

  • ઢીમા,વાવ (24)(પુરૂષ)
  • ઢીમા,વાવ (30)(પુરૂષ)
  • ઢીમા,વાવ (55)(પુરૂષ)
  • ભાટવર,વાવ (28)(પુરૂષ)
  • ભાટવર,વાવ (27)(મહિલા)

{દિયોદર 

  • નવા, દિયોદર (28)(પુરૂષ)
  • નવા, દિયોદર (30)(પુરૂષ)
  • ઓગાડનાથ, દિયોદર(42)(પુરૂષ)
  • ધ્રાંદવાડા, દિયોદર (35)(પુરૂષ)
  • ઠાકોરવાસ, દિયોદર(40) (પુરૂષ)
  • ટેકરા વિસ્તાર દિયોદર (34) (પુરૂષ)

સુઈગામ 

  • ખડોલ, સુઇગામ (25)(મહિલા)
  • ખડોલ, સુઇગામ (30)(પુરૂષ)
  • ખડોલ, સુઇગામ (30)(મહિલા)

ડીસા 

  • લચ્છાજીની ચાલી, ડીસા (24)(મહિલા)
  • ગોલ્ડન પાર્ક, ડીસા(30) (પુરૂષ)
  • રિસાલા બાજાર, ડીસા (70) (પુરૂષ)
  • ડેરા ડીસા (41) (પુરૂષ)
  • બી.ડી.પાર્ક, ડીસા (52) (પુરૂષ)

રાજસ્થાન

  • સાંચોર, (રાજસ્થાન) (24) (પુરૂષ)
  • (કૌસમાં ઉંમર છે)

Download Our B K News Today App



Related News