રાજકોટમાં કોરોનાથી 12ના મોત, જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 4200ને પાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-19 12:23:38
  • Views : 395
  • Modified Date : 2020-08-19 12:23:38

        રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. આ સાથે જ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. રાજકોટમાં સારવાર લઈ રહેલા સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારના 12 લોકોના મોત થયા છે. છેલ્લા 11 દિવસમાં કોરોનાથી 156 લોકોના મોત થયા છે. જ્યારે જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 4200ને પાર પહોંચી ગઈ છે.સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં મંગળવારે કોરોના 176 કેસ અને 16 દર્દીના મૃત્યુ થયા હતા. જેમાં મોરબી જિલ્લામાં 46 નવા કેસ નોંધાયા હતા. એક દર્દીનું મોત નીપજ્યું હતું. જ્યારે જામનગર જિલ્લામાં 58 અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 6 લોકો સંક્રમિત થયા છે. હાલારમાં એક જ દિવસમાં 12 દર્દીના મોત નિપજ્યાં છે. જુનાગઢ જિલ્લામાં 21 કેસ, ગીર સોમનાથ જિલ્લામાં 15 કેસ, એક મોત, અમરેલી જિલ્લામાં 15 કેસ અને એક મોત તેમજ પોરબંદર જિલ્લામાં 13 કેસ નોંધાયા હતા અને એક દર્દીનું મૃત્યુ નીપજ્યું હતું.

Download Our B K News Today App



Related News