દેશમાં ફરી કોરોનાએ મચાવ્યો તાંડવ: છેલ્લાં 24 કલાકમાં કેસ 10 હજારને પાર, મોતનો આંક ડરાવનારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-04-16 10:59:07
  • Views : 131
  • Modified Date : 2023-04-16 10:59:07


દેશભરમાં કોરોનાના વધતા જતા કેસોએ સરકારથી લઈને લોકોમાં ચિંતાનો વિષય બન્યો છે. આજે દેશમાં કોરોના વાયરસના નવા કેસોમાં સામાન્ય ઘટાડો જરૂર જોવા મળ્યો છે પરંતુ મૃત્યુઆંક ચિંતાજનક છે. રવિવારે દેશભરમાં કોરોનાના 10093 કેસ નોંધાયા છે. શનિવારે નોંધાયેલા કેસોની સરખામણીમાં આજે થોડો ઘટાડો થયો છે. 10 હજારથી વધુ નવા દર્દીઓની સાથે એક્ટિવ કેસની સંખ્યા હવે 57,542 પર પહોંચી ગઈ છે.6 હજારથી વધુ લોકો થયા સાજા
કોરોના વાયરસથી રિકવરીની વાત કરીએ તો દેશમાં છેલ્લા 24 કલાકમાં 6,248 લોકો કોરોનાથી સાજા થયા છે. આ સાથે દેશમાં કોરોનાથી સાજા થનારા લોકોનો આંકડો હવે 4,42,29,459 પર પહોંચી ગયો છે અને રિકવરી રેટ 98.68 ટકા છે. બે દિવસ પહેલા એટલે કે શુક્રવારે દેશમાં 11,109 કેસ નોંધાયા હતા. જ્યારે તે પહેલા ગુરુવારે 10,158 દર્દીઓ મળી આવ્યા હતા.
મૃત્યુઆંક વધતા સ્થિતિ ચિંતાજનક
તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં સંક્રમણના કેસોમાં અચાનક વધારો જોવા મળી રહ્યો હતો. કોરોનાને લઈને સ્થિતિ ચિંતાજનક એટલા માટે છે કારણ કે મૃત્યુઆંક પણ ધીમે-ધીમે વધી રહ્યો છે. શનિવારે દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે 23 લોકોના મોત થયા હતા. કોરોનાના કેસ વધતા ઘણા રાજ્યોમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યા છે.1.79 લાખ લોકોના કરાયા ટેસ્ટ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, શનિવારે દેશમાં લગભગ 1,79,853 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રસીકરણની વાત કરીએ તો શનિવારે કુલ 807 લોકોને રસી આપવામાં આવી હતી. આ સાથે દેશાં અત્યાર સુધીમાં 220.66 કરોડ વેક્સિનના ડોઝ લોકોને અપાઈ ચૂક્યા છે. તો 23 લોકોના મૃત્યુ બાદ દેશમાં મૃત્યુઆંક વધીને 5,31,114 થઈ ગયો છે. કોરોનાથી મૃત્યુ દર 1.19 ટકા છે.

Download Our B K News Today App



Related News