જોવો કોરોના ક્યાં સુધી ......

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-18 14:03:19
  • Views : 735
  • Modified Date : 2020-04-18 14:04:45

. મે ના ત્રીજા સપ્તાહ બાદ કોરોનાનું જોર ઘટવા લાગશેઃ ટાઈમ્સ ફેકટ ઈન્ડીયા આઉટબ્રેક રીપોર્ટનું અનુમાનઃ અભ્યાસમાં ૮ રાજ્યો અને દેશના ૩ હોટસ્પોટથી મળેલા ડેટાની મદદ લેવાય છેઃ લોકડાઉન અને કોરોનાથી બચવાના નિયમોનું પાલન થશે તો કેસ ધડાધડ ઘટવા લાગશેઃ રીપોર્ટના તથ્યોમાં આગળ ફેરફાર પણ આવશે કારણ કે કોરોના પર ડેટા રોજ બદલાય છેમે મહિનાના ત્રીજા સપ્તાહ સુધી જ કોરોનાનું જોર રહેશેમે ના ત્રીજા સપ્તાહ બાદ કોરોનાનું જોર ઘટવા લાગશેઃ ટાઈમ્સ ફેકટ ઈન્ડીયા આઉટબ્રેક રીપોર્ટનું અનુમાનઃ અભ્યાસમાં ૮ રાજ્યો અને દેશના ૩ હોટસ્પોટથી મળેલા ડેટાની મદદ લેવાય છેઃ લોકડાઉન અને કોરોનાથી બચવાના નિયમોનું પાલન થશે તો કેસ ધડાધડ ઘટવા લાગશેઃ રીપોર્ટના તથ્યોમાં આગળ ફેરફાર પણ આવશે કારણ કે કોરોના પર ડેટા રોજ બદલાય છેદુનિયાભરમાં ફેલાયેલી કોરોના મહામારી ભારતમાં મે મહિના બાદ નબળી પડી શકે છે. એક અભ્યાસ અનુસાર આ મે ના મધ્ય સુધી ભારતને ઝડપથી પોતાના સિકંજામાં લેશે. પછી મે ના ત્રીજા સપ્તાહમાં કેસ ટોપ લેવલ પર પહોંચી શકે છે. તે પછી જો લોકડાઉન અને બચાવની બીજી બાબતોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવશે તો કેસમાં ઝડપથી ઘટાડો થવા  લાગશે. ટાઈમ્સ ફેકટ-ઈન્ડીયા આઉટબ્રેક રીપોર્ટમાં ભારતમાં કોરોનાની સંભાવનાઓનું અનુમાન લગાવવામાં આવ્યુ છે. તેમા આ એક બાબતસમાવિષ્ઠ છે. આ અભ્યાસ ગ્લોબલ કન્સલ્ટીંગ ફર્મ પ્રોટીવીટી અને ટાઈમ્સ નેટવર્કે  કર્યો છે. ૧૬ એપ્રિલના આ રીપોર્ટમાં એ જાણવા પ્રયાસ થયો  કે દેશમાં કોરોનાની બિમારી કઈ સ્પીડે ફેલાશે અને તેનુ ઉંચુ સ્તર કયારે આવશે. રીપોર્ટમાં ૮ રાજ્યો અને દેશના ટોચના ૩ હોટસ્પોટથી મળેલા ડેટાની  મદદ લેવામાં આવી. જેમા કેન્દ્ર સરકારના આંકડા, સરકારી બુલેટીનો અને સ્વાસ્થ્ય મંત્રાલયના અપડેટનો ઉપયોગ થયો છે. વિદેશી ટ્રેન્ડને પણ ધ્યાને લેવાયેલ છે. રીપોર્ટના તથ્યોમાં આગળ ફેરફાર થઈ શકે છે કારણ કે કોરોના પર ડેટા રોજ બદલાય છે. પ્રોટીવીટીના ડેટા વિંગના વડા ધ્રુવ જ્યોતિ ઘોષએ જણાવ્યુ  હતુ કે અમારા અભ્યાસમાં અપનાવવામાં આવેલ તમામ મોડેલોને એકબીજા સાથે મેળવી અને પછી આંકડા રજૂ થયા છે. અમારા અભ્યાસમાં અત્યંત સંવેદનશીલ,સામે આવી ચુકેલા, સંક્રમણ ફેલાવનારા, ઠીક થયેલા લોકોને સમાવવામાં આવ્યા છે. અભ્યાસમાં જણાવ્યુ છે કે ૩ મેના રોજ ૫૪૨૩૦ કેસ થશે. ૧૪મી મેના રોજ ૨,૦૯,૬૫૧ અને ૨૨મી મે ના ૨,૮૫,૩૮૫ અનુમાનિત કેસ થવાની સંભાવના છે. દરમિયાન મેદાંતાના ચેરમેન ડો. નરેશનું કહેવુ છે કે હાલ લોકડાઉન છે અને ૨૦મી પછી જ સાચી સ્થિતિ સામે આવશે. દરેક લોકોએ સાવધાની રાખવી પડશે અને તેનાથી નક્કી થશે કે કેસ કેટલા ઘટે છે


Download Our B K News Today App



Related News