કોરોનાથી ૧૯૨ દેશમાં મૃતાંક ઝડપથી વધીને ૧૪૬૮૭ થયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-24 14:48:57
  • Views : 436
  • Modified Date : 2020-03-24 14:48:57

કોરોનાથી ૧૯૨ દેશમાં મૃતાંક ઝડપથી વધીને ૧૪૬૮૭ થયોકોરોના વાયરસના કારણે ઇટાલી, ઇરાન, અમેરિકા સહિતના દેશોમાં મોતનો આંકડો અતિઝડપથી વધી રહ્યો છે. તમામ જગ્યા પર કોરોના વાયરસ બેકાબૂ છે. Âસ્થતિને કાબૂમાં લેવાના તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે. એકબાજુ દુનિયાના ૧૯૨  દેશોમાં કોરોના વાયરસના કારણે ભારે હાહાકાર જારી છે. મોતનો આંકડો અને કેસોની સંખ્યામાં ચિતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. કોરોનાના કેસોની સંખ્યા વધીને હવે ૩૩૮૭૨૪  પહોંચી ગઇ છે. આવી જ રીતે મોતનો આંકડો દુનિયાના દેશોમાં વધીને ૧૪૬૮૭ ઉપર પહોંચી ગયો છે. ભારે અંધાધુંધી અને દહેશત વિશ્વના દેશોમાં જારી રહી છે. વિશ્વના દેશોમાં રિક્વર થયેલા લોકોની સંખ્યા હવે ૯૯૦૦૩ થઇ ગઇ છે. આવી જ રીતે ચીનમાં કુલ કેસોની સંખ્યા ૮૧૦૯૩  રહી છે. નવા ૩૯  કેસો સપાટી પર આવ્યા છે. ચીનમાં છેલ્લા ૨૪ કલાકમાં ગંભીર રીતે અસરગ્રસ્ત રહેલા દર્દીઓ પૈકી વધુ નવ દર્દીના મોત થતા મોતનો આંકડો વધીને ૩૨૭૦ સુધી પહોંચી ગયો છે. કોરોના વાયરસનો કાળો કેર દુનિયાના દેશોમાં જારી રહ્યો છે. કોરોના વાયરસથી ઇટાલીમાં ૫૪૭૬, અમેરિકામાં ૪૫૨ અને ઇરાનમાં ૧૬૮૫ લોકોના મોત થઇ ચુક્યા છે. કેસોની સંખ્યા હજારોમાં છે. ચીન, ઇટાલી, ઇરાન, સ્પેન, અમેરિકા, ફ્રાન્સ, જર્મની સહિતના દેશો હાલમાં સૌથી પ્રભાવિત વિસ્તારો પૈકી એક તરીકે છે.  કોરોના વાયરસના કારણે અમેરિકા, કોરિયા અને ઇટાલીમાં પણ ભારે હાહાકાર મચેલો છે. આવી Âસ્થતીમાં મોતનો આંકડો ખુબ વધારે જઇ શકે છે. ચીન સરકાર દ્વારા યુદ્ધના ધોરણે પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં વાયરસ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો નથી. Âસ્થતી ચીનમાં સુધરી રહી છે.  દેશમાં આ વાયરસ ફેલાઇ જતા પહેલા સેન્ટ્રલ હુબેઇ પ્રાંતમાં ડિસેમ્બર માસમાં પ્રથમ કેસ સપાટી પર આવ્યો હતો.યુરોપ અને અન્ય દેશોમાં કેસોની સંખ્યા વધારે ઝડપથી વધી રહી છે. દુનિયાના દેશોમાં હાલમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસને કાબુમાં લેવા માટે યુદ્ધના ધોરણે તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં તેના પર કાબુ મેળવી લેવામાં હજુ સુધી સફળતા મળી રહી નથી. માત્ર ચીનમાં જ નહીં બલ્કે દુનિયાના અન્ય દેશો પણ કોરોના વાયરસના કારણે પરેશાન છે. જેમાં ભારત પણ સામેલ છે. અલબત્ત નવા કેસોની  સંખ્યા ઘટી છે પરંતુ હજુ કેસો દરરોજ હજારો નોંધાઇ રહ્યા છે.વધુને વધુ દેશો તેના વિકરાળ સકંજામાં આવી રહ્યા છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં કોરોના વાયરસની શરૂઆત ચીનમાં થયા બાદથી એક પછી એક કરતા હવે ૧૯૨ દેશો કોરોના વાયરસના સકંજામાં આવી ગયા છે.  હોંગકોગ, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ, અમેરિકા, તાઇવાન, મલેશિયા અને જર્મની સહિતના દેશો વાયરસના સકંજામાં આવી ગયા છે. કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે.  દરરોજ કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. ગંભીર રીતે બિમારીના સકંજામાં રહેલા લોકોની સંખ્યા હજારોમાં છે.જે કુલ કેસોના ૨૧ ટકા જેટલી છે.  વાયરસને કાબુમાં લેવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગ પર કાબુ લેવામાં સફળતા હાથ લાગી રહી નથી.


Download Our B K News Today App



Related News