રાજ્યમાં કુલ 39.63 લાખ ટેસ્ટમાંથી 1,26,169 કેસ પોઝિટિવ, અત્યાર સુધીમાં કુલ 1,06,412 દર્દી ડિસ્ચાર્જ અને 3,355ના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-23 12:19:40
  • Views : 380
  • Modified Date : 2020-09-23 12:19:40

          માર્ચથી લઈ અત્યાર સુધીમાં કોરોનાની સ્થિતિ ઘટવાની જગ્યાએ સતત વધી રહી છે. હાલની સ્થિતિમાં તો દરરોજ 1400થી વધુ નવા કેસ તેમજ 15થી 20 દર્દીઓ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. બીજીતરફ લોકો દ્વારા પણ જાહેરમાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનો સતત ભંગ થતો જોવા મળે છે. જેના કારણે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં હવે લોકલ સંક્રમણમાં વધારો થયો છે. આમ અત્યાર સુધીમાં કુલ 1,26,169 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 3,355ના કોરોનાને કારણે મોત થયા છે. તેમજ 1 લાખ 6 હજાર 412 દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 16,402 એક્ટિવ કેસમાંથી 92 દર્દી વેન્ટિલેટર પર અને 16,310 દર્દીની હાલત સ્થિર છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 39 લાખ 24 હજાર 463 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 1,402ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 1,321 દર્દી સાજા થયા છે અને 16 લોકોએ કોવિડ 19ને કારણે જીવ ગુમાવ્યા છે.

Download Our B K News Today App



Related News