રાજ્યમાં હાલ 16,108 એક્ટિવ કેસ, અત્યાર સુધી 36,78,350 લોકોના ટેસ્ટ કરાયા તેમાંથી 1,20,498 પોઝિટિવ કેસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-19 12:47:11
  • Views : 322
  • Modified Date : 2020-09-19 12:47:11

        ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,20,498 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 1 લાખ 1 હજાર અને 101 દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 3,289એ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં કુલ 36,78,350 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલમાં 16,108 એક્ટિવ કેસમાંથી 98 દર્દી વેન્ટિલેટર પર અને 16,010 દર્દીની હાલત સ્થિર છે.ગઈકાલે 24 કલાકમાં 69 હજાર ટેસ્ટ કરાયારાજ્યમાં બેકાબૂમાં બનેલા લોકલ સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારે કોવિડ-19ના ટેસ્ટમાં વધારો કર્યો છે. જો કે બે દિવસ સુધી 85 હજાર ટેસ્ટ કર્યા બાદ ગઈકાલે 24 કલાકમાં 69,077 જ ટેસ્ટ કર્યા છે. જેમાંથી 1,410ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને 16 દર્દીના મોત થયા છે. જ્યારે 1,293 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં અત્યાર સુધીમાં 1 લાખથી વધુ એટલે કે 1 લાખ 1 હજાર અને 101 દર્દીએ કોરોનાને હરાવ્યો છે. તેમજ રિક્વરી રેટ પણ 83.90 ટકાએ પહોંચી ગયો છે.

Download Our B K News Today App



Related News