જેના ડ્રમની બીટ પર પાર્ટી-મ્યુઝિક શોમાં લોકો ઝૂમી ઊઠતા, આજે કોરોનાની બેકારીમાં 'ચા-વાળો' બનીને ખુમારીથી ઘર ચલાવે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-15 15:08:11
  • Views : 507
  • Modified Date : 2020-09-15 15:08:11

        કોરોના અને એમાં લાગેલા લોકડાઉને અનેક લોકોનાં જીવન પર સીધી અસર કરી દીધી છે. અત્યાર સુધીમાં અડધો ડઝનથી વધુ દેશમાં પોતાના પ્રોગ્રામ આપી ચૂકેલા આ ડ્રમરને હવે પોતાનું ઘર કઈ રીતે ચલાવવું એ મુશ્કેલ બન્યું છે. જેમ તેમ કરીને મિત્રો પાસેથી ઉછીના રૂપિયા લઈને હવે આ ડ્રમર પોતાની ચાની કીટલી ચલાવી રહ્યો છે અને આત્મનિર્ભર બનવા પ્રયાસ કરી રહ્યો છેશહેરના ઘોડાસરથી આવકાર હોલ તરફ તમે જાઓ તો રસ્તામાં ૐ ટી સ્ટોલ તમને જોવા મળશે. પહેલા તો આ સામાન્ય કીટલી જેવી જ ચાની કીટલી લાગશે, પણ એમાં ચા બનાવતી વ્યક્તિ વિશે જાણશો તો તમે પણ નવાઈ પામશો. આ વ્યક્તિનું નામ છે જયેશ બાઘડે, જે ખૂબ જાણીતો ડ્રમર છે. એક સમયે તેના ડ્રમની બીટ પર દેશ-વિદેશના લોકો ઝૂમતા હતા. દરેક નવરાત્રીની સીઝનમાં તેઓ કલાકના હજારો રૂપિયા કમાતા હતા.જયેશભાઈના ડ્રમના ફેન ખાલી અમદાવાદમાં નહિ, પણ વિદેશમાં પણ ઓછા નથી. તેઓ અત્યારસુધીમાં અડધા ડઝનથી વધુ દેશમાં પોતાનું પર્ફોર્મન્સ આપી ચૂક્યા છે. જયેશભાઈનું એડવાન્સ બુકિંગ કરાવવું પડતું હતું, પણ હવે તેઓ ચા વેચવા મજબૂર બન્યા છે. જયેશભાઈએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે હું પહેલાં વર્ષે લાખો રૂપિયા કમાતો હતો. મારો દીકરો એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે, પણ કોરોના આવ્યો અને મારી જિંદગી બદલાઈ ગઈ. ધીમે-ધીમે અમારું કામ મળવાનું બંધ થઈ ગયું. કોઈ આવક હતી નહિ અને જેટલી બચત હતી એ વપરાવા લાગી અને આર્થિક પાયમાલી શરૂ થઈ ગઈ હતી.એક સમયે ઘર કઈ રીતે ચલાવવું એનો પ્રશ્ન ઊભો થઈ ગયો હતો. અમારું જે એડવાન્સ બુકિંગ છે એ મે મહિના સુધીનું કેન્સલ થઈ ગયું છે. હવે ઘર ચલાવવા માટે શું કરવું એ વિચારવું જરૂરી હતું, પણ બેંક બેલેન્સ પણ નિલ થઈ ગયું, હવે શું કરીશું એ મોટો પ્રશ્ન થઈ ગયો હતો. આ મામલે મેં મારા મિત્રને થોડા રૂપિયા ઉછીના આપવાનું કહ્યું અને મિત્રે મારી મદદ કરી, મેં ચાની કીટલી શરૂ કરી છે. અહીં હું રોજના 250 રૂપિયા કમાઉ છું. આટલામાં ઘર ચાલે તો નહીં, પણ ચલાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. ખાલી સમસ્યાને વિચારીને હતાશ થવા કરતાં મેં હવે જાતે પોતાનો ડ્રમ વગાડવાનો શોખ એક તરફ કરીને ચા બનાવી રહ્યો છું.

.

Download Our B K News Today App



Related News