કોરોના સામે લડતા ફ્રન્ટલાઈન ડોક્ટરો માટે IMAએ રેડ એલર્ટ જાહેર કર્યુ, રાજકોટમાં 125 તબીબો પોઝિટિવ, સિવિલમાં અમદાવાદથી 70 ડોક્ટર મૂકાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-10 15:38:21
  • Views : 370
  • Modified Date : 2020-09-10 15:38:21

       અમદાવાદ, વડોદરા અને સુરત બાદ રાજકોટ કોરોના વાયરસનું હોટસ્પોટ બન્યું છે. રાજકોટમાં કેસની સંખ્યાની સાથોસાથ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ત્યારે કોરોના સામે લડી રહેલા ફ્રન્ટલાઈન વોરિયર્સ ડોક્ટરો પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. દિવસ-રાત કામ કરતા 125 જેટલા ડોક્ટરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ઈન્ડિયન મેડિકલ એસોસિએશને (IMA) ડોક્ટરો માટે રેડ એલર્ટ જાહેર કરી ચિંતા વ્યક્ત કરી છે. રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદથી 70 ડોક્ટરોને સિવિલ હોસ્પિટલમાં ફરજ પર મૂકાયા છે.IMAએ પોતાના સભ્યો જોગ જણાવ્યું છે કે, રાજકોટમાં સ્થિતિ અતિ ગંભીર અને ચિંતાજનક બની છે. રાજકોટ રાજ્યનું હોટસ્પોટ બની ગયું છે અને રોજેરોજ સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. કોરોનાથી આપણા 100થી વધુ સભ્યો સંક્રમિત બન્યા છે. જેમાંથી અમુકને શહેરની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે બાકીના પોતપોતાના ઘરોમાં હોમ આઈસોલેટ છે. કેટલાક સભ્યો સાજા પણ થઈ ચૂક્યા છે. IMAએ પોતાના સભ્યોને વિનંતી કરી છે કે, માત્ર હોસ્પિટલોમાં જ પોતાની જિંદગી જીવવા પણ અત્યંત સાવચેતી રાખે અને સાવચેતીના તમામ પગલા લે. હોસ્પિટલમાં હો ત્યારે યોગ્ય અને સ્ટાન્ડર્ડ માસ્ક, ફેસશિલ્ડ, મોજા, એપ્રોનનો ઉપયોગ કરે. દર્દી અને સગાઓ સાથે વાતચીત કરતી વેળાએ સલામત ડિસ્ટન્સ રાખે. તમારા ક્લિનિક કે દવાખાનામાં દર્દીઓ સાથે માત્ર એક જ વ્યક્તિને પ્રવેશ આપવો. ઝીંક, વિટામિન સી અને વિટામીન ડી સતત લે અને ઇમ્યુનિટી જળવાય રહે તેના માટે પગલા ભરવા.

Download Our B K News Today App



Related News