આજે ફરી કોરોનાના કેસમાં મોટો ઉછાળો, ગઇ કાલની તુલનાએ મોતનો આંક પણ વધ્યો, જાણો શું છે આજના કેસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-04 10:10:32
  • Views : 278
  • Modified Date : 2022-05-04 10:10:32

 

દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 3,205 કેસ

ગઇ કાલ કરતા કોરોનાના કેસમાં 25 ટકાનો ઉછાળો

આજ રોજ 31 લોકોના મોત તો 2802 લોકો સાજા થયા


દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના આજે નવા 3,205 કેસ નોંધાયા છે. એટલે કે COVID-19 ના કેસોમાં લગભગ 25 ટકાનો ઉછાળો આવ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં 4,79,208 રસીકરણ કરવામાં આવ્યું. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,89,48,01,203 વેક્સિનેશન થયું છે. જ્યારે 2802 લોકો સાજા થયા છે. સાથે સાજા થનારા લોકોની સંખ્યા વધીને 42,544, 689 થઈ ગઈ છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાના કારણે 31 લોકોના મોત થયા છે. સાથે કોરોનાથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5,23,920 પહોંચી ગઇ છે.

 

ગઇ કાલે કોરોનાના નવા 2,568 કેસ નોંધાયા હતા તો 20 લોકોના મોત થયા હતાં

ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 2,568 કેસ નોંધાયા હતા જ્યારે કોરોનાના કારણે 20 લોકોએ જીવ ગુમાવ્યો હતો. નવા કોરોનાના કેસમાંથી 80.58 ટકા તો પાંચ રાજ્યોમાંથી સામે આવ્યા હતાં. જેમાં માત્ર દિલ્હીમાં 41.9% કેસ નોંધાયા હતાં. દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના કારણે 20 લોકોના મોત થયા હતા જ્યારે આજે વધુ 31 લોકોના મોત નિપજ્યાં છે

 

મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોના સંક્રમણના 182 નવા કેસ નોંધાયા

તમને જણાવી દઇએ કે, મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોના વાયરસના સંક્રમણના 182 નવા કેસ સામે આવ્યા છે અને એક દર્દીનું મોત થયું. મુંબઈમાં 100 કેસ નોંધાયા છે. તે સમયે પરભણીમાં એક દર્દીનું મોત થયું હતું. એક સ્વાસ્થ્ય અધિકારીએ જાણકારી આપી.

 

Download Our B K News Today App



Related News