ગર્ભનાળ સુધી નથી પહોંચી શકતો કોરોના, 8 મહિનામાં 43 હજાર ડિલિવરી, 1600 પ્રસૂતાને ચેપ, ફક્ત 54 બાળક સંક્રમિત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-21 13:29:44
  • Views : 414
  • Modified Date : 2020-10-21 13:29:44

         કોરોનાકાળના 8 મહિનામાં ગુજરાતમાં 43 હજાર પ્રસૂતિ થઈ, જેમાં 1600 પ્રસૂતા ડિલિવરી વખતે કોરોના પોઝિટિવ હતી. તેમાંથી ફક્ત 54 નવજાત શિશુ જ જન્મ પછી સંક્રમિત હતા. જોકે, આરટીપીસીઆર ટેસ્ટમાં પોઝિટિવ મળેલા આ શિશુઓમાં કોરોનાના કોઈ લક્ષણ ન હતા. આ તમામ શિશુ પાંચથી દસ દિવસમાં નેગેટિવ થઈ ગયા હતા. અન્ય બીમારીના કારણે કેટલાક શિશુને એનઆઈસીયુમાં રાખવા પડ્યા હતા, પરંતુ કોરોનાના કારણે એક પણ શિશુને નહીં. આ સ્થિતિમાં કોરોના ઝડપથી જીવલેણ થઈ રહ્યો હતો, ત્યારે સંક્રમિત માતાના ગર્ભમાં ઉછરી રહેલા શિશુ કેવી રીતે વાઈરસથી બચી ગયા? જન્મ બાદ માતાનું દૂધ પીધા પછી પણ આ બાળકો કોરોનાથી કેવી રીતે સુરક્ષિત રહ્યા? આ સવાલોના જવાબ શોધવાનો સંભવત: દુનિયામાં પહેલો પ્રયાસ અમદાવાદમાં કરાયો. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ અને માઈક્રોબાયોજિકલ વિભાગમાં 105 કોરોનાગ્રસ્ત માતા અને સંક્રમિત માતાના 50 શિશુ પર કરાયેલા સંશોધને આવા અનેક સવાલના જવાબ આપ્યા.સિવિલ હોસ્પિટલનાં ગાયનેક વિભાગના વડા ડૉ. એમ. યુ. મહેતા જણાવે છે કે, એચઆઈવી જેવા વાઈરસ 30% કિસ્સામાં માતા દ્વારા પ્લેસન્ટા (મેલી)માંથી બાળકમાં પ્રવેશે છે, પરંતુ સિવિલ હોસ્પિટલમાં 105 કોરોનાગ્રસ્ત મહિલામાંથી 50 કોરોનાગ્રસ્ત માતા અને બાળક પર સંશોધન કરાયું. તેમાં માલુમ પડ્યું કે, કુદરતી રીતે જ પ્લેસન્ટા (મેલી), ગર્ભનાળ તેમજ માતાના દૂધમાંથી બાળકમાં કોરોનાનો ચેપ પ્રસરતો નથી. એટલું જ નહીં, કોરોનાગ્રસ્ત માતામાં ગર્ભપાત કે પ્રિ-ટર્મ ડિલિવરીના કેસ પણ ઓછા નોંધાયા છે, પરંતુ હૃદય, ફેફસાં, લિવર અને કિડની જેવાં શરીરના અન્ય અવયવોની જેમ ગર્ભનનાળમાં લોહી ગંઠાઈ જવાથી ત્રણ બાળકના ગર્ભમાં મૃત્યુ થયાં છેઆ સંશોધનમાં પહેલા, સાતમા અને દસમા દિવસે માતાનો સ્વૉબ, બાળકનો સ્વૉબ, માતાના ધાવણનો સ્વૉબ લેવાયો. આ સાથે માતાના ગર્ભનાળનાં લોહી અને માતાના યોનિમાર્ગના સ્ત્રાવનો ટેસ્ટ કરાયો. એ ટેસ્ટમાં જણાયું કે, મેલી(પ્લેસન્ટા) અને ગર્ભનાળમાંથી વાઇરસ બાળકમાં પ્રવેશતો નથી. જન્મનાં પહેલાં દિવસે બાળક પોઝિટિવ આવે તો તેનો અર્થ કે વાઇરસ ગર્ભનાળમાંથી બાળકમાં આવે છે, પરંતુ એક પણ કિસ્સામાં બાળક પ્રથમ દિવસે પોઝિટિવ આવ્યાંનું કે માતાના ધાવણમાંથી વાઇરસ બાળકમાં પ્રવેશતો ન હોવાનું સંશોધનમાં જાણવા મળ્યું.

Download Our B K News Today App



Related News