શહેર-જિલ્લામાં દૈનિક કેસો 160થી 170 વચ્ચે સ્થિર, મૃત્યુ પણ 5 સુધી જ સિમિત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-27 15:50:42
  • Views : 388
  • Modified Date : 2020-08-27 15:50:42

       હાલ અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાના દૈનિક 160થી 170ની આસપાસ કેસ આવી રહ્યાં છે. બુધવારે શહેર અને જિલ્લામાં કુલ 163 નવા કેસ નોંધાયા છે અને 5 દર્દીના મોત થયા છે. જ્યારે કુલ 164 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 25 ઓગસ્ટની સાંજથી 26 ઓગસ્ટની સાંજ સુધીમાં શહેરમાં 144 અને જિલ્લામાં 19 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 4 અને જિલ્લામાં 1 દર્દીનું મોત થયું છે. તેમજ શહેરમાં 150 અને જિલ્લામાં 14 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 30,684 થયો છે. જ્યારે 25,584 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે અને મૃત્યુઆંક 1,697 થયો છે.

Download Our B K News Today App



Related News