કાણોદરના આધેડનું કોરોનાથી અમદાવાદમાં મોત,વધુ 12 કેસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-16 11:28:05
  • Views : 1118
  • Modified Date : 2020-07-16 11:28:05

 બનાસકાંઠા જિલ્લામાં કોરોના ના લીધે કાણોદરના દર્દીનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.શબ્બીરભાઇ મોહમદભાઇ કુગસિયા (ઉ.વ.55 રહે સફલપાર્ક કાણોદર) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અમદાવાદ ખાતે તેમની સારવાર ચાલી રહી હતી.આ સાથે જ કોરોના પોઝિટિવ મૃતકોની સંખ્યા 4 થઈ ગઈ છે. જોકે આ અગાઉ 2 વડીલો શંકાસ્પદ કોરોનાના લીધે પણ મોતને ભેટયા હતા.આ ઉપરાંત અન્ય કોઈ બીમારીના લીધે અમદાવાદ સારવાર માટે ગયેલા ડીસાના ઉદ્યોગપતિ અને રામા ગમ ઇન્ડસ્ટ્રીઝના માલિક બાબુલાલ વાઘજીભાઈ વેદલિયાનું અમદાવાદ ખાતે અવસાન થયું હતું.થરાદ તાલુકાના ભોરડુ ગામના વતની બાબુભાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો ન હતો પરંતુ અન્ય તકલીફો હોવાથી તેઓ અમદાવાદ દાખલ હતા.બીજીતરફ બુધવારે વધુ 12 પોઝિટિવ કેસ આવ્યા હતા.જેમાં પાલનપુરમાં 9, ડીસામાં 2 થરાદના 1 સંકર્મીતોની તપાસ હાથ ધરી તેમને આઇસોલેશન વોર્ડમાં ખસેડવાની કામગીરી ધરાઇ હતી. જિલ્લામાં કુલ સંકર્મીતોની સંખ્યા 456 પર પહોંચી છે.જિલ્લામાં દિવસેને દિવસે વધી રહેલા કોરોનાના કેસોને લઈ આરોગ્યતંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે.પાટણ શહેરની યશ ટાઉનશીપમાં રહેતા 50 વર્ષીય શિક્ષકનું મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર બાદ મોત થયું હતું. જે લાશની અંતિમ વિધી થયા બાદ પણ મોતના ચાર દિવસે તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.બુધવારે પાટણ શહેરમાં વધુ કોરોનાના 12 પોઝિટિવ કેસ નોંધાયા હતા.હિંમતનગર સાબરકાંઠા જિલ્લામાં બે સપ્તાહથી કોરોના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે બુધવારે હિંમતનગરમાં વધુ 8 પોઝિટિવ દર્દી નોંધાયા હતા. કોરોના આંક 304 એ પહોંચ્યો છે. જ્યારે અરવલ્લીમાં 4 કેસ નોંધાયા છે. મહેસાણા શહેરમાં કોરોનાથી થયેલા 3 મૃત્યુમાં કસ્બા વિસ્તારમાં રહેતા 60 વર્ષના વૃદ્ધ અને તળેટીના 74 વર્ષના મણિલાલ પટેલનું મહેસાણાની કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે સથવારા વાસમાં રહેતા પાલીબેન સથવારાનું પણ મોત થયું છે. જિલ્લામાં બુધવારે નોંધાયેલા 17 કેસ પૈકી મહેસાણાના 10 દર્દીઓ છે. તેમજ કડીના કરણનગર રોડ પર 3 અને નાનીકડીમાં 2, વિસનગરના ગણેશપુરા (તરભ) અને બહુચરાજીમાં એક કોરોના પોઝિટિવ કેસ આવતાં તમામ હાલ સારવાર હેઠળ છે.

પોઝિટિવ દર્દીઓ
1. રૂષભકુમાર સુનીલભાઇ સંતવાણી(ઉ.વ 23)(રહે.ડેરી રોડ, પાલનપુર) 
2. રમીલાબેન વિક્રમભાઇ પટેલ (ઉ.વ 60)(રહે.લક્ષ્મીપુરા, પાલનપુર)
3. વિક્રમભાઇ અમૃતલાલ પટેલ(ઉ.વ 66)(રહે.લક્ષ્મીપુરા, પાલનપુર)
4. ગૌરવ દિલીપભાઇ મોઢ(ઉ.વ 32), (રહે.પાલનપુર)
5. લલીતાબેન કાળીદાસ મહેતા(ઉ.વ 50), (રહે. દિલ્હીગેટ, પાલનપુર)
6. કૌશલ્યાબેન ગોકળદાસ ગુરૂ(ઉ.વ 63)(રહે.ડીસા)
7. રતાભાઇ અદાભાઇ દરજી(ઉ.વ 55)(રહે.ખાનપુર, થરાદ)
8. બળવંતજી સવાજી ઠાકોર(ઉ.વ 60)(રહે.અલીપ પ્લાઝા, પાલનપુર) 
9. મદનલાલ માંગીલાલ ખત્રી(ઉ.વ 50)(રહે.પાલનપુર)
10. નટવરલાલ મંગળદાસ પટણી(ઉ.વ  63)(રહે.બેચરપુરા, પાલનપુર) 
11. હરગોવનભાઇ શંકરભાઇ પટેલ(ઉ.વ 76)(રહે.દિલ્હી ગેટ,  પાલનપુર)
12. સુનીલ ઘનશ્યામદાસ મેદાણી(ઉ.વ 48)(રહે.જુના પાવર હાઉસ, ડીસા)

Download Our B K News Today App



Related News