ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ વર્ષ કોમર્સની પ્રવેશ કાર્યવાહીમાં ત્રણ રાઉન્ડમાં પ્રવેશ મેળવનારને ચોથામાં મંજૂરી ન અપાતાં વિવાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-23 15:04:50
  • Views : 441
  • Modified Date : 2020-09-23 15:04:50

         ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ વર્ષ કોમર્સની પ્રવેશ કાર્યવાહીમાં ત્રણ રાઉન્ડની કાર્યવાહી પૂરી થઈ છે. તેમાં પ્રવેશ મેળવી ચૂકેલા વિદ્યાર્થીઓને ચોથા રાઉન્ડમાં પ્રવેશની મંજૂરી ન અપાતા એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શિત કરીને ગુજરાત યુનિવર્સિટીમાં લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું છે કે, આ પ્રવેશ કાર્યવાહી સ્થગિત કરવામાં આવે નહીં તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.કુલપતિને લેખિત જણાવ્યું છે કે,‘ બીકોમમાં હાલમાં ચોથા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી ચાલી રહી છે, જેનું મેરિટ લિસ્ટ બુધવારે જાહેર થશે. પ્રવેશ કાર્યવાહીમાં બીકોમના ચોથા રાઉન્ડમાં મેરિટનુ ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. ચોથા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીમાં ત્રણ રાઉન્ડમાં ફી ભરીને પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને ભાગ લેવા દીધો નથી કે પ્રવેશની મંજૂરી પણ અપાઈ નથી. જેના કારણે હાલમાં ઓછી ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓને જ ચોથા રાઉન્ડમાં ભાગ લેવા મળે તેમ છે.એસીપીસીએ હાથ ધરેલી બી.આર્ક (બેચલર ઓફ આર્કિટેક્ચર)ની પ્રવેશ કાર્યવાહીનો સોમવારથી પ્રારંભ થયો છે. મંગળવાર સુધીમાં કુલ 10થી વધુ કોલેજોની 1500થી વધુ બેઠકો પર પ્રવેશ ઈચ્છુક 600થી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

Download Our B K News Today App



Related News