રાજકોટમાં નોનવેજના વેચાણની જાહેરાતથી વિવાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-02 16:11:08
  • Views : 34
  • Modified Date : 2025-05-02 16:11:08

રાજકોટ શહેરમાં નોનવેજનું ખુલ્લેઆમ વેચાણ કરવાની જાહેરાતો લગાવવામાં આવતા મોટો વિવાદ સર્જાયો છ. ઝોમેટો દ્વારા ચિકન વેચાણની જાહેરાતો લગાવવામાં આવી છે. જાે કે ઇસ્ઝ્રના ધ્યાને આવતા તાત્કાલિક અસરથી જાહેરાતો હટાવવામાં આવી છે. સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે ચીકન વેચાણની જાહેરાતો હટાવવા માટે આદેશ આપ્યા હતા. શહેરમાં બસ સ્ટોપ પર નોનવેજ ફૂડની જાહેરાતના લાગેલા પોસ્ટરો દૂર કરવામાં આવ્યા છે. બસ સ્ટોપ પર લગાવવામાં આવેલી જાહેરાતમાં લખ્યું હતું ‘દિલ્હી કા બટર ચિકન, કાશ્મીર કી વાઝવાન બિરયાની‘ ત્યારે આ મામલે હવે એડ એજન્સીને નોટિસ આપવા ઇસ્ઝ્રએ આદેશ આપ્યા છે. આ સમગ્ર મામલે કોંગ્રેસે મનપા સામે બેદરકારીના આક્ષેપ લગાવ્યા છે. કોંગ્રેસ નેતા અતુલ રાજાણીએ કહ્યું કે આવી જાહેરાતોથી ખુબ જ દુ:ખ થાય છે. આવા બેનરો ના લગાડવા જાેઈએ. કોંગ્રેસ દ્વારા આ ઘટનાને લઈને મનપા સામે બેદરકારી અંગેના સવાલ ઉઠાવવામાં આવ્યા છે. એક બસ સ્ટોપમાં બેનર લાગેલું હતું, જેની જાણ અમારા જાગૃત કાર્યકરે અમને કરી અને તરત જ અમે તે રિમૂવ કરાવી નાખ્યા છે. ભવિષ્યમાં આવી કોઈ ઘટના નહીં બને તેની તકેદારી રાખવામાં આવશે. જાહેરાતો માટે ચોક્કસ નિયમો છે અને એ હેઠળ જ અમે નોટિસ પણ સબંધિત એડ એજન્સીને કરીશું. સાથે જે જ્યાં જ્યાં નિયમ વિરુદ્ધના નોનવેજના હાયડા ચાલુ છે તે પણ દૂર કરીશું. 

Download Our B K News Today App



Related News