‘સાવધાન ઈન્ડિયા’ને લઈ ચેનલે કહ્યુ, કોન્ટ્રાક્ટ પૂરો થવાની વાત સુશાંતસિંહને

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-27 16:33:33
  • Views : 643
  • Modified Date : 2019-12-27 16:33:33

 ‘સાવધાન ઈન્ડિયા’ને લઈ ચેનલે કહ્યુ, કોન્ટ્રાક્ટ પૂરો થવાની વાત સુશાંતસિંહને ખબર હતી

એક્ટર સુશાંત સિંહે નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધના પ્રદર્શનમાં ભાગ લેતા તેને ‘સાવધાન ઈન્ડિયા’માંથી હાંકી કાઢવામાં આવ્યો હોવાની ચર્ચા છે. જોકે, હવે, ચેનલ સ્ટાર ભારતે સ્પષ્ટતા કરી છે કે સુશાંતનો કોન્ટ્રાક્ટ ૧૫ જાન્યુઆરીએ પૂરો થાય છે અને તેને રાજકીય વિચારાધારાને કારણે શોમાંથી કાઢવામાં આવ્યો નથી. જોકે, સુશાંતે કહ્યુ હતુ કે જો તેનો કોન્ટ્રાક્ટ પૂરો થવાનો હોત તો તેને એક મહિના પહેલાં નોટિસ મળી જાત પરંતુ એવી કોઈ નોટિસ તેને મળી નથી. તેને રાત્રે અઢી વાગે મેસેજ આવ્યો હતો કે શોનો લાસ્ટ ડે છે. શું કહ્યુ ચેનલે?ચેનલના સ્પોકપર્સને કહ્યુ હતુ, સ્ટાર ભારત ‘સાવધાન ઈન્ડિયા’ને લઈ ચાલતી ચર્ચાઓને કારણે નારાજ છે. આ શોએ છેલ્લાં સાત વર્ષમાં અવાર-નવાર ફોર્મેટમાં ફેરફાર કર્યો છે. હાલના પ્રેઝેન્ટરને ઓક્ટોબર, ૨૦૧૯માં લેવામાં આવ્યાં હતાં અને તેમનો કોન્ટ્રાક્ટ ૧૫, જાન્યુઆરી ૨૦૨૦ના રોજ પૂરો થાય છે. ‘સાવધાન ઈન્ડિયા’ના આગામી ફોર્મેટમાં હોસ્ટની જરૂર નથી, આથી જ નવો કોન્ટ્રાક્ટ સાઈન કરાવવામાં આવ્યો નથી. ચેનલના પોતાના કોઈ રાજકીય મંતવ્યો નથી અને તે રાજકીય દબાણ હેઠળ કોઈ કોન્ટ્રાક્ટ કરતી નથી. સૂત્રોના મતે, સુશાંતને શોમાં પોતાના છેલ્લાં દિવસના શૂટ અંગે ખબર હતી પરંતુ તેણે આખી વસ્તુને અલગ જ રીતે રજૂ કરી. સૂત્રોના મતે, સુશાંતને શોના નવા ફોર્મેટ અંગે ખબર છે અને તે શોમાં પરત આવવા માટે આમ કરી રહ્યો છે. સુશાંતે શું કહ્યુ?સુશાંતે કહ્યુ હતુ, કોન્ટ્રાક્ટને આધારે હું ૧૫ જાન્યુરી સુધી આ શોનો હિસ્સો છું. એક આર્ટિસ્ટ તરીકે મને શોની લાસ્ટ ડેટ ક્યારે છે, તે પહેલેથી જણાવવામાં આવે તે જરૂરી છે, જેથી હું અન્ય પ્રોજેક્ટ્‌સ પર કામ કરી શકું. સુશાંતે દાવો કર્યો હતો કે તેને છેલ્લાં દિવસના શૂટ અંગે કોઈ માહિતી નહોતી. તેને ૧૬ ડિસેમ્બરે રાત્રે અઢી વાગે મેસેજ આવ્યો કે ૨૦ ડિસેમ્બરે શૂટિંગનો છેલ્લો દિવસ છે. યુઝરે સવાલ કર્યો હતો, વિરોધ કરવાની સજા મળી?ટીવી શો ‘સાવધાન ઈન્ડિયા’ના હોસ્ટ સુશાંત સિંહે નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કર્યો હતો અને પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ કારણથી સુશાંતને શોમાંથી હાંકી કાઢવામાં આવ્યો હોવાની ચર્ચા હતી. સુશાંત વર્ષ ૨૦૧૧થી આ શો હોસ્ટ કરતો હતો. સુશાંતે ટ્‌વીટ કરી હતી, ‘અને..‘સાવધાન ઈન્ડિયા’ સાથેનો મારો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે.’ ત્યારબાદ એક ટિ્‌વટર યુઝરે એક્ટરને સવાલ કર્યો હતો, ‘સાચું બોલવાની તમે કિંમત ચૂકવી છે?’ જેના પર સુશાંતે જવાબ આપ્યો હતો, ‘મારા મિત્ર, આ તો બહુ નાની કિંમત છે. ભગત સિંહ, સુખદેવ તથા રાજગુરુને કેવી રીતે જવાબ આપીશું?’ ઉલ્લેખનીય છે કે ૨૦૦૨માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ લિજેન્ડ ઓફ ભગત સિંહ’માં સુશાંતે સુખદેવનો રોલ પ્લે કર્યો હતો. અજય દેવગન ભગત સિંહ તથા ડી. સંતોષ રાજગુરુના રોલમાં હતાં. આ ફિલ્મને રાજકુમાર સંતોષીએ ડિરેક્ટ કરી હતી. 



Download Our B K News Today App



Related News