વડોદરાના પૂર્વ વિસ્તારમાં દૂષિત પાણીથી કોરોના મહામારીમાં રોગચાળાનો ભય, સ્થાનિકોએ કહ્યું: 'પાણી નહીં તો વોટ નહીં'

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-25 13:30:08
  • Views : 441
  • Modified Date : 2020-09-25 13:30:08

         વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી દૂષિત પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત છે, ત્યારે ફરીથી ગંદુ પાણી આવતા હવે કોરોના મહામારીમાં રોગચાળો માથુ ઉચકે તેવો ભય ઉભો થયો છે. વડોદરાના આજવા રોડ પર છેલ્લા બે મહિનાથી ડ્રેનેજ મિશ્રિત દૂષિત પાણીનો ઉપયોગ કરતા રામદેવનગરના રહીશોને રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે.વડોદરા શહેર પૂર્વ વિસ્તાર આજવા રોડ કમલાનગર તળાવ પાસેના રામદેવ નગર-2માં છેલ્લા બે મહિનાથી દૂષિત પાણીની સમસ્યા છે. વારંવાર સ્થાનિક વોર્ડ કચેરી ખાતે રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ હજી સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. સ્થાનિક રહીશોના પીવાના પાણીના નળમાં ગટર મિશ્રિત કાળુ અને પીળાશ પડતું પાણી આવી રહ્યું છે. સ્થાનિક રહીશો આ પાણીનો ઉપયોગ કરતા હોવાથી લોકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. નગરજનો પાસે વેરાની વસૂલાતમાં પાવરધુ બનતું મહાનગરપાલિકા તંત્ર સુવિધા પણ આપે તેવી સ્થાનિક રહીશોની માંગ છે.રામદેવનગરમાં રહેતા શાંતાબેન પરમારે જણાવ્યું હતું કે, અમારે ત્યાં ગંદા પાણીની સમસ્યા છે, પીવાનું પાણી મળતુ નથી. અમારે ત્યાં એક વર્ષથી ગંદા પાણીની સમસ્યા ઉભી થયેલી છે. અમે રજૂઆતો કરી છે, પણ અમારૂ કોઇ સાંભળતુ નથી. અમે બે હાથ જોડીને ચોખ્ખુ પાણી આપવા માટે કહીએ છીએ. પણ કોઇ આવતુ નથી. અમારી મદદ કરશે તેને વોટ આપીશું નહીં પાણી નહીં મળે તો કોઇને વોટ નહીં આપીએ.શિવસેનાના અગ્રણી તેજસ બ્રહ્મભટ્ટ જણાવ્યું હતું કે, જો ટૂંક સમયમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે નિંદ્રાધીન તંત્રની આંખો ખોલવાનો પ્રયાસ કરાશે.

Download Our B K News Today App



Related News