લીંબુના ભાવથી ગ્રાહકો પરેશાન પણ ખેડૂતોને પણ નથી પોસાઈ રહી લીંબુની ખેતી, જાણો શા માટે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-19 11:02:26
  • Views : 230
  • Modified Date : 2022-04-19 11:02:26

 

લીંબુએ ભલભલાને રડાવ્યા 

ગ્રાહકોને લીંબુ ખરીદવા નથી પોસાતા 

ખેડૂતોને નથી મળતો લીંબુનો ઉંચો ભાવ 

મોંઘવારીએ માજા મૂકી છે.અને આ મોંઘવારીનો સામનો કરવો સામાન્ય વ્યક્તિ માટે ઘણું મુશ્કોલ બની ગયું છે.ઉનાળાની સિઝન ચાલી રહી છે.ગરમીથી બચવા માટે સામાન્ય વ્યક્તિ સૌપ્રથમ પીણું પસંદ કરતા હોય તો તે લીંબુ પાણી છે.પણ હવે લીંબુ પાણી પીવું પણ મોંઘુ થઈ ગયું છે.લીંબુનો રસ ખાટો નહીં પણ કડવો લાગી રહ્યો છે.  માર્કેટમાં લીંબુના ભાવ 300થી 350 રૂપિયા પ્રતિ કિલો સુધી આંબી ગયા છે.જે લિંબુ ગ્રાહકો સુધી 300 રૂપિયામાં પહોંચી રહ્યા છે એ લીંબુનો ખેડૂતોને યોગ્ય ભાવ પણ નથી મળી રહ્યો.

 

લીબુના પાકમાં ભારે નુકસાની
નવસારી 
જિલ્લાના ચીખલી તાલુકામાં રહેતા પારસ દેસાઈ છેલ્લા 10 વર્ષથી લીંબુની ખેતી કરે છે.લીંબુની ખેતીમાં વધારે મહેનત નથી થતી, પાણી પણ પંદર દિવસે આપવાનું હોય છે.જેથી ખેડૂતો લીંબુની ખેતી તરફ વળ્યા છે. પણ છેલ્લા બે વર્ષથી લીંબુની ખેતીને ગ્રહણ લાગ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાન વધી રહ્યું છે.કમોસમી વરસાદ, અચાનક વાતાવરણમાં પલટો થવાના કારણે લીંબુની ખેતીમાં ભારે નુકસાની થઈ રહી છે. લીંબુના પાકમાં થિપ્સ અને મિલિબર્ગ નામના રોગ વધી રહ્યા છે. જેના કારણે ઉત્પાદન ઘટી રહ્યું છે.   

શું છે ખેડૂતની વ્યથા? 
ગ્લોબલ વોર્મિંગના કારણે લીંબુનુ ઉત્પાદન ઘટયું છે.તો બીજી તરફ ખેડૂતોનો પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા.ખેડૂતોનું કહેવું છે કો હાલ લીંબુની માંગ વધી છે.ઉત્પાદન ઓછુ થયું છે. જેના કારણે ભાવ વધ્યા છે પણ ખેડૂતોને પ્રતિ કિલો લીંબુના 120થી 150 રૂપિયા જ મળી રહ્યા છે.જ્યારે માકોાટમાં વેપારીઓ લીંબુ 300 રૂપિયા પ્રતિ કિલો વેચી રહ્યા છે.લીંબુના ભાવ વધારાના કારણે વચેટિયા માલામાલ બની રહ્યા છે.ત્યારે ખેડૂતોની માગ છે કે લીંબુના પણ પોષણક્ષમ ભાવ મળી રહે તો ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધરી શકે છે.ત્યારે હવે લીંબુની ખેતી કરતા ખેડૂતો પણ સરકાર પાસે આશા રાખીને બેઠા છે કે લીંબુનું ઉત્પાદન કરનારા ખેડૂતો માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.

 

 

Download Our B K News Today App



Related News