ડીસા શહેર પોલીસ કોન્સ્ટેબલને 5 હજારની લાંચ લેતાં પાટણ એસીબીએ ઝડપી પાડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-24 10:58:33
  • Views : 2094
  • Modified Date : 2020-07-24 10:58:33

ડીસા શહેર ઉત્તર પોલીસ મથકના કોન્સ્ટેબલ દ્વારા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા પાંચ હજારની માંગણી કરવામાં આવી હતી. આથી જાગૃત નાગરીકની ફરીયાદના આધારે પાટણ એસીબીની ટીમે ડીસાના કોન્સ્ટેબલને રૂપિયા 5 હજારની લાંચ લેતા ગુરુવારે રંગેહાથ ઝડપી પાડયો હતો. ડીસાના એક જાગૃત નાગરીક દ્વારા સેકન્ડ મોબાઇલની ખરીદી કરવામાં આવી હતી. જેથી ડીસા શહેર ઉત્તર પોલીસ મથક વિસ્તાર હસ્તકની નહેરૂનગર બીટમાં ફરજ બજાવતાં અનાર્મ લોકરક્ષક પ્રેમજીભાઇ ચોથાભાઇ પટેલ (ચૌધરી) એ મોબાઇલ ચોરીનો છે અને ચોરીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા પાંચ હજારની લાંચની માંગણી કરવામાં આવી હતી. પરંતુ જાગૃત નાગરીક લાંચ આપવા માગતા ન હોઇ પાટણ એસીબી કચેરીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.આથી પાટણ એસીબી પીઆઇ જે.પી.સોલંકીની ટીમે ડીસા શહેરની દિપક હોટલ નજીક ગુરૂવારે રૂપિયા પાંચ હજારની લાચ લેતાં અનાર્મ લોકરક્ષક પ્રેમજીભાઇ ચોથાભાઇ પટેલ (ચૌધરી) ને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતાં. લાંચ કેસમાં ઝડપાયેલા પોલીસ કોન્સ્ટેબલને ડીસાના સરકારી વિશ્રામ ગૃહમાં લઈ જઈ કાર્યવાહી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, 15 દિવસના સમયગાળામાં એક પીએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાતા લાંચીયા  અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.કોન્સ્ટેબલ પ્રેમજી ચોથાભાઈ પટેલ (ચૌધરી)ના ઘરે પાલનપુર એસીબીની ટીમ દ્વારા દરોડાની કામગીરી કરી હતી. પરંતુ પોલીસકર્મચારીના ઘરેથી એસીબીની ટીમને કશું હાથ લાગ્યું ન હતું. પાલનપુર એસીબી ટીમનાં સૂત્રોએ જણાવ્યું હતું કે "રેડનો નિલ રિપોર્ટ કરવામાં આવ્યો છે."

Download Our B K News Today App



Related News