જયંતિ રવિ માસ્ક વગર જોવા મળતા કોંગ્રેસના કાર્યકરો માસ્ક આપવા પહોંચ્યા, 3ની અટકાયત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-09 15:03:11
  • Views : 427
  • Modified Date : 2020-09-09 15:03:11

       રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ માસ્ક વગર ગાર્ડનમાં મોર્નિંગ વોક કરતા જોવા મળ્યા હતા. ત્યારે આજે કોંગી કાર્યકરો જયંતિ રવિને માસ્ક આપવા માટે કચેરી પર પહોંચ્યા હતા અને વિરોધ કર્યો હતો. ત્યારે વિરોધ કરવા આવેલા 3 કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતીકોંગ્રેસના નેતા રણજીત મુંધવાએ જણાવ્યું હતું કે ગઈકાલે બહેન માસ્ક વગર જોવા મળ્યા હતા. જેથી અમે આપણા આરોગ્ય અગ્ર સચિવને માસ્ક આપવા માટે આવ્યા છીએ. કારણ કે જો કોઈનું માસ્ક નાક પરથી નીચે ઉતરી જાય તો પણ દંડ ફટકારવામાં આવે છે. જેથી બેનને પણ કોઈ દંડ ન ફટકારે તે માટે માસ્ક આપવા માટે પહોંચ્યા છીએમાસ્ક પહેરવાની સલાહ આપતા આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ માસ્ક વગર જોવા મળતા લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે. લોકોનું કહેવું છે કે શું મેડમ પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે? મહત્વનું છે કે રાજકોટમાં કોરોનાના કેસ અને મૃત્યુ આંકમાં સતત વધારો થતાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ સાથે ડોક્ટરની ટીમે રાજકોટમાં ધામા નાખ્યા હતા. જે દરમિયાન સર્કિટ હાઉસમાં રોકાયેલા જયંતિ રવિ ગાર્ડનમાં માસ્ક પહેર્યા વગર જ ફરતા જોવા કેમરામાં કેદ થયા હતાં.સરકારી નિયમ અનુસાર જાહેરમાં માસ્ક પહેરવું ફરજિયાત છે. સામાન્ય માણસ રસ્તા પર માસ્ક વગર જોવા મળે તો પાલિકા તંત્રથી માંડીને પોલીસ મસમોટો દંડ વસૂલ કરે છે. ત્યારે રાજકોટમાં વકરતા કોરોનાના કેસ વચ્ચે જયંતિ રવિ માસ્ક પહેર્યા વગર જોવા મળતા ચર્ચાનો વિષય બન્યો છે..

Download Our B K News Today App



Related News