RTE અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાની મુદ્દત લંબાવવા અને દસ્તાવેજોમાં છૂટછાટની માંગ સાથે કોંગ્રસે DEOને આવેદનપત્ર આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-29 14:42:17
  • Views : 376
  • Modified Date : 2020-08-29 14:42:17

      વડોદરા શહેરમાં હાલ રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે બાળકોની પ્રવેશ પ્રક્રિયા દરમિયાન માંગવામાં આવી રહેલા દસ્તાવેજોમાં છૂટછાટ વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીને લોકસરકાર દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, RTE એક્ટ હેઠળ બાળકોને વર્ષ-2020-21માં પ્રવેશ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રવેશ પ્રક્રિયા માટે આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો માંગવામાં આવી રહ્યા છે. હાલ કોવિડ-19ની સ્થિતિના કારણે આધાર કાર્ડ સહિતની કામગીરી બંધ છે, ત્યારે આધાર કાર્ડના બદલામાં જે વાલીએ આધાર કાર્ડ માટે અરજી કરી છે અને તેઓ પાસે માત્ર સ્લીપ છે, તે માન્ય રાખવા અથવા લાઇટ બીલ, વેરા પાવતી સહિતના હાથવગા દસ્તાવેજ માન્ય રાખવા માંગણી કરવામાં આવી છે.આપવાની અને પ્રવેશ પ્રક્રિયાની મુદ્દત લંબાવવાની માંગ સાથે કોંગ્રેસની લોક સરકાર પાંખ દ્વારા વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.લોક સરકાર ટીમના વડોદરા પ્રમુખ સુતાપલસિંઘે જણાવ્યું હતું કે, RTEની પ્રવેશ પ્રક્રિયા માટે આધાર કાર્ડ સહિતના અનેક પુરાવા માંગવામાં આવી રહ્યા છે. RTE હેઠળની પ્રવેશ પ્રક્રિયાની મુદ્દત પૂરી થવા આવી છે. હાલમાં આધાર કાર્ડ નવા કાઢવાની તેમજ સુધારા-વધારા કરવાની કાર્યવાહી તેમજ કોર્ટની કામગીરી પણ બંધ છે, ત્યારે વાલીઓને પુરાવા માટે વિકલ્પ આપવા માટે લોકસરકાર ટીમ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપ્યું છે. ટીમ દ્વારા કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઇ પ્રવેશ પ્રક્રિયાની મુદ્દતમાં વધારો કરવા માટે રજૂઆત કરવામાં આવી છે, જેથી કોઇ ગરીબ પરિવારનો બાળક RTEના લાભથી વંચિત રહી જાય નહીં.

Download Our B K News Today App



Related News