કોંગ્રેસ સમર્થિત પ્રતિકાર રેલીને પોલીસે અટકાવી, હાર્દિક પટેલ, ઈમરાન ખેડાવાલા અને શૈલેષ પરમાર સહિતના આગેવાનોની અટકાયત કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-07 15:43:59
  • Views : 429
  • Modified Date : 2020-10-07 15:43:59

          હજી સુધી કોંગ્રેસની આ રેલીને મંજુરી મળી નથી. રેલીમાં જોડાવા માટે કોંગ્રેસના કાર્યકરોનો કોંગ્રેસ ઓફિસ પર જમાવડો થઈ રહ્યો છે. ટ્રાફિક પોલીસે આ રેલીને લઈને કોચરબ આશ્રમથી સાબરમતી આશ્રમ સુધીનો રોડ બપોરે 12થી સાંજે 7 વાગ્યા સુધી બંધ કરી દીધો છે અને વાહનવ્યવહાર માટે નવા બે વૈકલ્પિક રસ્તાની જાહેરાત કરી છે. બીજી તરફ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ આ રેલીમાં ભાગ લેવા આવે તે પહેલાં જ તેમના નિવાસ સ્થાનેથી અટકાયત કરવામાં આવી છે. તે ઉપરાંત કોંગ્રેસના 4 મહિલા કાર્યકરો સહિત ધારાસભ્ય શૈલેષ પરમારની પણ અટકાયત કરવામાં આવી છે. તેમજ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનેઉત્તરપ્રદેશના હાથરસમાં દલિત યુવતી પર થયેલા ગેંગરેપની ઘટનાનો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા ઘટનાના વિરોધમાં અમદાવાદમાં પ્રતિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છેકોંગ્રેસની પ્રતિકાર રેલીને હજી સુધી મંજુરી મળી નથી. એક તરફ કોચરબ આશ્રમની બાજુમાં જ કોંગ્રેસ ભવન હોવાથી અમદાવાદ બહારથી આવનારા કોંગ્રેસના કાર્યકરો પોલીસથી બચી અને ખુણે ખાંચરેથી સંતાઈને કોંગ્રેસ ભવન પહોંચી રહ્યાં હોવાની જાણકારી મળી છે. હાલમાં કોંગ્રેસ ભવન પર કાર્યકરોનો જમાવડો હોવાથી ત્યાં પણ માહોલ ગરમ થઈ રહ્યો છે. આ રેલી બાબતે સેક્ટર-1 જેસીપી રાજેન્દ્ર અસારીએ જણાવ્યું છે કે, આ રેલીને કોઈ મંજુરી અપાઈ નથી. તમામ જગ્યાઓ પર પોલીસનો પુરતો ફોર્સ રહેશે તેમજ રેલીને મંજુરી નહીં હોવાથી પોલીસ અટકાયત પણ કરશે. તેમણે વધુમાં કહ્યું હતું કે વર્તમાન સમયમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યાં હોવાથી રેલીમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેની કોઈ શક્યતા નહીં હોવાથી મંજુરી આપવામાં આવી નથી. પ્રતિકાર રેલી ના યોજાય તે માટે બંદોબસ્તમાં 3 ડીસીપી અને સેક્ટર 1ના તમામ પીઆઈ તથા પીએસઆઈને એલર્ટ કરી દેવાયાં છે.


Download Our B K News Today App



Related News