કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ સીટ પરથી ઉમેદવારી નોંધાવી, જેમાં તેમણે પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-04-05 12:47:20
  • Views : 129
  • Modified Date : 2024-04-05 12:47:20

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીને લઈ કેરળની વાયનાડ સીટ પરથી ઉમેદવારી નોંધાવી છે. જેમાં તેમણે એફિડેવિટ પણ રજુ કરી છે. આ એફિડેવિટમાં તેમના બેંકમાં કેટલા રુપિયા ડિપોઝિટ છે. તેના હાથમાં કેટલા રુપિયા છે. તે તમામ માહિતીઓ આપેલી છે. સાથે તેના છેલ્લા 5 વર્ષમાં આવક કેટલી થઈ તે પણ માહિતી છે.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળના વાયનાડથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. તો આજે આપણે જાણીશું કે, રાહુલ ગાંધીએ છેલ્લા 5 વર્ષમાં કેટલી કમાણી કરી છે.2018ની સરખામણીએ 2023માં કેટલી વધી ધટી તેના પર નજર કરીએ.

ચૂંટણી પંચ સમક્ષ રજુ કરાયેલા એફિડેવિટ મુજબ નાણાકીય વર્ષ 2022-23માં રાહુલ ગાંધીની વાર્ષિક આવક 1,02,78,680 રૂપિયા હતી, જ્યારે વર્ષ 2021-22માં રાહુલની આવક 1,31,04,970 કરોડ રૂપિયા હતી. તો વર્ષ 2020-21માં તેમની આવક 1,29,31,110 હતી. તેમજ વર્ષ 2019-20માં આવક 1,21,54,470 હતી. અને વર્ષ 2018-19માં 1,20,37,700 હતી.એફિડેવિટમાં મુજબ રાહુલ ગાંધીની કુલ સંપત્તિ 20 કરોડ રુપિયાથી વધુ છે. જે ગત્ત ચૂંટણી કરતા 5 કરોડ વધારે છે. ગત્ત લોકસભા ચૂંટણીમાં એટલે કે, 2019માં તેની કુલ સંપત્તિ 14 કરોડથી વધુ હતી. આપણે એફિડેવિટ પર નજર કરીએ તો રાહુલ ગાંધીની વર્ષ 2018-19માં આવક 1,20,37,700 હતી, જ્યારે નાણાકીય વર્ષ 2022-23માં રાહુલ ગાંધીની વાર્ષિક આવક 1,02,78,680 રૂપિયા છે. એટલે કે, આવક 18 લાખ ઓછી થઈ છે. તમને જણાવી દઈએ કે, આ તમામ માહિતી વિશે અમે કાંઈ કહી રહ્યા નથી. પરંતુ Election Commissionની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ રાહુલ ગાંધીની એફિડેવિટ અનુસાર તમામ માહિતી આપવામાં આવેલી છે.

 

Download Our B K News Today App



Related News