કોંગ્રેસ ભ્રમ ફેલાવીને વોટ બેંક માટે રાજનીતિ કરે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-16 05:32:50
  • Views : 489
  • Modified Date : 2019-04-16 05:32:50

આજરોજ સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર દિપસિંહ રાઠોડના સમર્થનમાં કેન્દ્રિય કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાએ ઇડર વિધાનસભા ક્ષેત્રમાં એક વિશાળ જનમેદનીને સંબોધતાં જણાવ્યું હતું કે, ગામડું એ ભારતનો આત્મા છે એ મંત્ર સાથે નરેન્દ્ર મોદીની સરકાર ગામડું-ગરીબ અને ખેડૂતોની સમૃધ્ધી માટે કટીબધ્ધતાથી કાર્ય કરી રહી છે. ભારતમાં ૨.૫ લાખ ગ્રામ પંચાયતો છે. આ ગ્રામ પંચાયતોને કોંગ્રેસની સરકાર વખતે સરપંચોને કોઇ મોટું બજેટ ફાળવવામાં આવતું ન હતું.  નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાં બાદ સરપંચોને વિકાસ કામો માટે લાખો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે, દર વર્ષે ૨ લાખ કરોડ રૂપિયા ગામડાંઓના વિકાસ માટે દેશભરના સરપંચોને મોકલવામાં આવે છે. તેથી ગામડાંઓનો ખૂબ જ સારો વિકાસ થયો છે અને હું સરપંચોનો મંત્રી છું તેથી આ વાત સારી રીતે જાણું છું. કોંગ્રેસ માત્ર બિનજરૂરી વિવાદો ઉભા કરી પ્રજામાં ભ્રમ ફેલાવીને વોટબેંકની રાજનીતી કરી રહી છે. તમે કોંગ્રેસને સાચી રીતે ઓળખો એ કહેવા માટે જ હું અહીં આવ્યો છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાનો માટે કિસાન સન્માન નિધી યોજના અમલમાં મૂકી, ત્યારે તેઓ એક કાર્યક્રમમાં ટેબ્લો બતાવી જગતના તાતના ખાતામાં પૈસા કેવી રીતે ટ્રાન્સફર આપવામાં આવે છે, તેની વિગતો રજૂ કરી હતી. ભારતના એક કરોડ ખેડૂતોના ખાતામાં પ્રથમ હપ્તારૂપે બે હજાર રૂપિયા તરત જ જમાં થઇ ગયાં. કોંગ્રેસની સરકારોમાં સરકારમાંથી ૧૦૦ રૂપિયા લેવાના હોય તો ખેડૂતોના બે જોડી ચપ્પલ ઘસાઇ જતાં હતાં, તેના બદલે હવે માત્ર એક જ મિનીટમાં તેમના ખાતામાં રૂપિયા જમા થઇ જાય છે. દલાલોને દૂર કરીને પૂરેપૂરા રૂપિયા ખેડૂતોને મળે તેની ચોક્કસાઇ એકમાત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ રાખી છે. 


Download Our B K News Today App



Related News