સુરતમાં ધન્વંતરી રથમાં એક્સપાયરી ડેટવાળી દવાઓ અપાતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ, કર્મચારીને પૂછ્યું તો કહ્યું, ‘પ્રિન્ટીંગ મિસ્ટેક છે!’

  • Published By :
  • Published Date : 2020-09-14 12:33:35
  • Views : 380
  • Modified Date : 2020-09-14 12:33:35

        શહેરના પુણા વિસ્તારમાં ધન્વંતરી રથમાં એકસ્પાયરી ડેટની દવા આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોરોનાથી રક્ષણ મેળવવા અને બાળકોમાં લોહીની ઉણપ દૂર થાય તે માટેની દવા લોકોને આપવામાં આવી હતી. જો કે, આ દવા ઓગષ્ટ માસમાં જ એક્સપાયર થઈ હોવાનું બહાર આવ્યું છે. પુણા વિસ્તારના લોકોની ફરિયાદ બાદ કોંગ્રેસના સભ્યોએ ધન્વંતરી રથની ચકાસણી કરતાં મોટી મત્રામાં એકસ્પાયરી ડેટની દવા સાથે આગામી મહિને એક્સપાયરી થાય છે તેવી દવાનો જથ્થો પણ મળી આવ્યો હતો.સુરતમાં કોરોના સંક્રમણને અટકાવવા શહેરમાં 100થી વધુ ધન્વંતરી રથ વિવિધ જગ્યાઓ પર દવાઓનું વિતરણ કરી રહી છે. જેમાં ઉકાળા, આર્યુવેદ અને હોમિયોપેથી સાથે અન્ય દવાનું વિતરણ થઈ રહ્યું છે. કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ સાવલીયા અને શિક્ષણ સમિતિના સભ્ય સુરેશ સુહાગિયાએ જણાવ્યું હતું કે, આજે વરાછા ઝોનના પુણા વિસ્તારની સીતાનગર સોસાયટીમાં ધન્વંતરી રથ આવ્યો અને લોકોને દવાનું વિતરણ કરાઈ હતી. સોસાયટીના પ્રમુખ રાજુભાઈએ સોસાયટીના લોકોને રોગથી બચવા માટે દવા લેવાની અપીલ કરી હતી. ધન્વંતરી રથમાં બાળકોને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને લોહીની ઉણપ પણ દૂર થાય તે માટે ફોરિક એસીડની દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.શિક્ષણ સમિતિના સભ્ય સુરેશ સુહાગિયાએ વધુમાં જણાવ્યું હતું કે, સીતાનગરમાંથી ધન્વંતરી રથ અન્ય સોસાયટીમાં પહોંચી ગયો હતો. ત્યાં જઈને પૂછપરછ કરતાં ફરજ પરના કર્મચારીઓએ પ્રિન્ટીંગ મિસ્કેટની વાત કરી હતી. વધુ તપાસ કરતાં ધન્વંતરી રથમાંથી અન્ય એક્સપાયરી ડેઈટની વધુ દવા મળી આવી હતી. આ ઉપરાંત અન્ય એક દવા જે આવતા મહિને એક્સપાયર થાય છે તે દવાનો પણ જથ્થો મળી આવ્યો છે. આવતા મહિને એક્સાપય થતી દવા પણ લોકોને અઢીથી ત્રણ મહિનાની આપવામાં આવી હતી. તપાસ કરતાં ધન્વંતરી રથમાં ફરજ બજાવતાં કર્મચારીઓ ભાગી ગયાં હતાસુરતમાં ધન્વંતરી રથમાં એક્સપાયરી ડેઈટની દવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા આક્ષેપ થઈ રહ્યો છે. સુરતમાં જ 100 કરતાં વધુ ધન્વંતરી રથ ચાલી રહ્યાં છે. તેની સાથે રાજ્યભરમાં હજારોની સંખ્યમાં ધન્વંતરી રથમાં આ જ પ્રકારની દવા હોવાની શંકા થઈ રહી છે. જો આ અંગે તલસ્પર્શી તપાસ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે. આ મુદ્દે હજી સુધી પાલિકા તંત્ર દ્વારા કોઈ ખુલાસો આવ્યો નથી.

.

Download Our B K News Today App



Related News