પાલનપુર જનવેદના આંદોલનમાં મહિલા કોંગ્રેસ સમિતી જાડાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-14 13:26:41
  • Views : 433
  • Modified Date : 2019-11-14 13:26:41

પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા જન વેદના આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસની તમામ મહિલાઓએ હાજર રહી રસ્તા ઉપર આવી જન આંદોલન કર્યુ હતુ. તેમજ ભાજપ સરકારમાં વધતી જતી મોંઘવારી તેમજ વધતા જતા ખાદ્યપદાર્થમાં ભાવ નિમિત્તે જન આંદોલન કરવામાં આવ્યા હતા. તેમાં થરાદ તાલુકાની કોંગ્રેસની ટીમ પહોંચી હતી જેમાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ નયનાબેન માળી, થરાદ તાલુકા કોંગ્રેસ મહિલા પ્રમુખ લક્ષ્મીબેન ઠાકોર, થરાદ શહેર મહિલા પ્રમુખ જયશ્રીબેન ચૌધરી, થરાદ ન.પા. સદસ્ય કેશુબેન સિપાઈ તેમજ તમામ મહિલાઓ આદોલનમાં જાડાઈ હતી. તેમજ ગઈકાલના નડાબેટમાં પણ તમામ મહિલા સમિતી સ્નેહમિલનમાં હાજર રહી હતી.


Download Our B K News Today App



Related News