કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી કોરોના પોઝિટીવ આવતા ખળભળાટ, ખાનગી હોસ્પિટલમાં દાખલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-22 15:10:27
  • Views : 1594
  • Modified Date : 2020-06-22 15:10:27

અમદાવાદમાં નેતાઓ પણ હવે એક પછી એક કોરોનાના ભરડામાં આવવા લાગ્યા છે. ગુજરાતમાં કોરોના વાયરસ દિવસેને દિવસે પોતાનો પ્રભાવ તીવ્ર કરતો જાય છે. હવે સામાન્ય માણસોમાંથી અધિકારીઓ, કોરોના વોરિયર્સ અને હવે રાજકીય નેતાઓમાં કોરોના વાયરસનો ચેપ ફેલાયો છે. ત્યારે કોંગ્રેસના વધુ એક નેતાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા હડકંપ મચી જવા પામી છે. હાલ તેમને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

છેલ્લે મળતી માહિતી પ્રમાણે, ભરતસિંહ સોલંકીને વડોદરા શહેરના માંજલપુરમાં આવેલી બેન્કર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. ગઈકાલે (રવિવારે)ભરતસિંહને કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. થોડો તાવ અને તબિયત નાદુરસ્ત હોવાથી તેમને રિપોર્ટ કરાવ્યો હતો. જેમાંઆજરોજ તેઓ કોરોના પોઝિટીવ આવ્યા છે. રાજ્યસભાની ચૂંટણી દરમ્યાન શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના મોટા નેતાઓ-ધારાસભ્યો અને પત્રકારો  સાથે હતા. તમને જણાવીએ કે રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર હતાં. 

અગાઉ નિકોલ અને નારોલના ધારાસભ્યો કોરોનાના ભરડામાં આવી ચૂક્યા હતા. ત્યારબાદ અમદાવાદ વેજલપુરના ધારાસભ્યને પણ કોરોના પોઝિટીવ આવ્યા હતા. વેજલપુરના ધારાસભ્ય કિશોર ચૌહાણને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ રીતે એક પછી એક ધારાસભ્યને કોરોના પોઝિટીવ આવવાના કારણે રાજકારણીઓમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

નરોડાના બીજેપી ધારાસભ્ય બલરામ થાવાણીનું કોરોનો સેમ્પલ લેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ભાજપના નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. તેના પહેલા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પણ પોઝિટીવ આવ્યા હતા.

Download Our B K News Today App



Related News