કોંગ્રેસે લદ્દાખને ક્યારેય મહત્વ આપ્યું નથી, એટલે જ ચીન ડેમચોક સુધી ઘુસી આવ્યુંઃ લદ્દાખ સાંસદ નામગ્યાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-19 14:09:27
  • Views : 469
  • Modified Date : 2019-08-19 14:09:27

લદ્દાખથી ભાજપના સાંસદ જામયાંગ શેરિંગ નામગ્યાલ અનુચ્છેદ 370 હટાવ્યા બાદ સંસદમાં આપેલા ભાષણના કારણે ચર્ચામાં છે. તેમણે રવિવારે ન્યૂઝ એજન્સીઓને આપેલા ઈન્ટરવ્યૂમાં ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. સાંસદે કહ્યું કે, કોંગ્રેસે ક્યારેય લદ્દાખ પર ધ્યાન આપ્યું નથી. તેના કારણે જ ચીન ડેમચોક સેક્ટરમાં ઘુસી આવ્યું છે.ચીની સેના ઘુસતી રહી અને અમે વિરોધ કરતા રહ્યાં: સાંસદસાંસદ નામગ્યાલે કહ્યું કે, ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ચીન અંગે ‘ફોરવર્ડ પોલિસી’ અપનાવવા માટે જોર આપ્યું હતું. તેમણે કહ્યું કે, આપણે ચીનમાં આગળ વધવું જોઈએ. પરંતુ તેને લાગુ કરતી વખતે આ ‘બેકવર્ડ પોલિસી’ બનીને જ રહી ગઈ. ચીનની સેના સતત અમારા ક્ષેત્રમાં ઘુસતી રહી અને અમે સતત તેનો વિરોધ કરતા રહ્યાં.તેમણે કહ્યું કે, આ જ કારણે અક્સાઈ ચાઈના સંપૂર્ણપણે ચીન આધિકૃત છે. પીપલ્સ લિબરેશન આર્મીના જવાન ડેમચોક સેક્ટર સુધી પહોંચ્યા છે. તેને જોતા કહી શકાય છે કે, લદ્દાખને રક્ષા યોજનામાં સહેજ પણ મહત્વ અપાયું નથી.સાંસદ નામગ્યાલે કહ્યું કે, એક વખત અહીંના શહેરોને રસ્તા, સંચાર , શાળા અને હોસ્પિટલ જેવી સુવિધા મળી જાય તો આપણી સરહદ સુરક્ષિત થઈ જશે. નરેન્દ્ર મોદી સરકાર આ તમામ ચીજો ઉપલ્બ્ધ કરાવશે.તેમણે કહ્યું કે, જ્યારે પણ કાશ્મીરમાં પરિસ્થિતી લથડી તો કોંગ્રેસે હંમેશા લદ્દાખને વિશેષ પેકેજની ઘોષણા કરીને સ્થિતીને સંભાળી લીધી હતી. તેનાથી પથ્થરબાજ ખુશ થયા અને અલગાવવાદી નેતાઓને સુરક્ષા મળતી રહી.નામગ્યાલે કહ્યું કે, કોંગ્રેસે 55 વર્ષ શાસન કર્યું પણ આવું મોટું પગલું ભરવાનું સાહસ ક્યારેય ખેડ્યું નથી. હવે તે લોકો ભાજપના આ પગલાને ગાંડપણ કહે છે. અમને એ વાતની કોઈ જ ચિંતા નથી કે તેઓ શું કરે છે.

Download Our B K News Today App



Related News