કોંગ્રેસે જાહેર સંસ્થા અને કાર્યો સાથે સરદારનું નામ જોડયુ ભાજપ સરકારે અદાણી-અંબાણીના નામે રજવાડા ઉભા કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-01 12:41:41
  • Views : 405
  • Modified Date : 2019-11-01 12:41:41

અમદાવાદ તા. ૩૧ :.. ગુજરાતની જેટલી જાહેર સંસ્થાઓ અને જેટલા જાહેર કાર્યો છે. તેની સાથે સરદાર પટેલનું નામ જોડવાનું કમ એક માત્ર કોંગ્રેસ પાર્ટીએ કર્યુ છે. કનિદૈ લાકિઅ જયારે ઇન્દીરા ગાંધીએ રજવાડાઓના સાલિયાણાઓ બંધ કર્યા અને એ સરકારી ખજાના ગરીબો માટે ખુલ્લી મુકી હતી પરંતુ અજે ભાજપની સરકાર ફરી  રજવાડાઓ ઊભા કનિદૈ લાકિઅ કરવા જઇ રહી છે. અકિલા આજે રજવાડાઓ ભલે ન રહ્યા પરંતુ અદાણી અને અંબાણીના નામે રજવાડાઓ ઉભા થઇ રહ્યા છે. સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૪ મી જન્મ જયંતી કનિદૈ લાકિઅ અને ઇન્દિરા ગાંધીના ૩પ માં શહિદ દીન નિમિતે રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ અકીલા સંવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડા કનિદૈ લાકિઅ જણાવ્યું હતું કે, સરદાર સરોવર ડેમ, અમદાવાદનું સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, વિધાનસભાનું સચિવાલય, પાલડીનો બ્રિજ, અમદાવાદનું પહેલું કોર્પોરેશન કનિદૈ લાકિઅ ભવન, સ્પીયા હોય કે એવા અનેક કાર્યો જે કોંગ્રેસના શાસનાકાળમાં ખૂબ ઉપયોગી કાર્યો સંસ્થાઓ બની અને તમામે તમામ કાર્યોને સરદાર પટેલના કનિદૈ લાકિઅ નામ સાથે જોડી તેમનું જે વિરાટ નેતૃત્વ હતું તેને અમર બનાવવાનું  કામ પણ  કોંગ્રેસ પક્ષે કર્યુ છે. કોંગ્રેસ પાર્ટી અને સરદાર બન્ને એક પરિવારનો કનિદૈ લાકિઅ ભાગ છે. એટલે એને કોઇ અલગ કરી ના શકે. ઇન્દીરા ગાંધીનું નેતૃત્વ કે જેમણે ખાલી સત્તા માટે નહીં પણ પ્રજા માટે શાસન કર્યુ. ગરીબી હટાવોની વાત કનિદૈ લાકિઅ હોય, બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવાની વાત હોય કે પાકિસ્તાનના બે ટૂકડા કરવાની વાત હોય એમના શાસનકાળમાં જે જે નિર્ણયો થયા, જે જે કાયદા-કાનુન બન્યા એના કારણે આજે પણ  દેશ અને વિશ્વ એમને યાદ કરે છે. કોંગ્રેસના શાસનમાં અમીરો પાસેથી પૈસા લઇ ગરીબો સુધી પહોંચાડયા અને આ એવું શાસન છે કે, ગરીબો પાસેથી પૈસા લઇ અમીરોને પહોંચાડવાનું કામ કરે છે. ડો. જગદીશ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગમે તેવો પ્રશ્ન હોય તેમ છતાં સરદાર પટેલ અને ઇન્દીરા ગાંધીમાં  એ પ્રશ્ન હલ કરવાની ક્ષમતા હતી. આ પ્રસંગે વરિષ્ઠ નેતા નવીનચંદ્ર રવાણી વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી, એ. આઇ. સી. સી. ના મંત્રી અને સંગઠન સહપ્રભારી બિસ્વરંજન મોહતી, પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા સહિતના મહાનુભાવોએ ઇન્દિરા ગાંધી અને સરદાર પટેલના જીવનમાંથી પ્રેરણા લઇ આગળ વધવા માટે સૌ કોંગ્રેસ કાર્યકરોને અપીલ કરી હતી.

Download Our B K News Today App



Related News