જાન્યુઆરીના બીજા સપ્તાહ સુધી પ્રદેશ કોંગ્રેસનું માળખું રચાઇ જશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-30 17:33:53
  • Views : 464
  • Modified Date : 2019-12-30 17:33:53

આગામી દિવસોમાં યોજાનારી મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને પગલે ગુજરાત કોંગ્રેસે પ્રદેશના માળખાને આખરી આપવા તૈયારીઓ કરી છે. નવા વર્ષમાં કોંગ્રેસના માળખાનુ આખુય કલેવર બદલાઇ જશે.આ વખતે જમ્બો નહીં, પણ પ્રદેશનુ માળખુ નાનુ હશે. યુવાઓને સંગઠનમાં સૃથાન અપાશે. એટલું જ નહીં, માત્ર હોદ્દા ભોગવતા નેતાઓને ઘરભેગા કરવા નક્કી કરાયુ છે. નવા વર્ષમાં જાન્યુઆરીના બીજા સપ્તાહમાં પ્રદેશનુ માળખુ રચાઇ જશે. ગુજરાતમાં પેટાચૂંટણીમાં સારો દેખાવ કર્યા બાદ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં સરકાર રચાતાં કોંગ્રેસના કાર્યકરોમાં જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાઇકમાન્ડે ગુજરાત કોંગ્રેસના સંગઠનને વધુ મજબુત કરવા પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.આગામી દિવસોમા મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા પંચાયતોની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ પ્રદેશના માળખામાં ધરમૂળમાંથી ફેરફાર કરવા નક્કી કર્યુ છે. અત્યારે 400 પ્રદેશના નેતા-હોદેદારોની કામગીરીનુ ય મૂલ્યાંકન કરવામાં આવી રહ્યુ છે. આ વખતે યુપી પેટર્નથી ગુજરાત કોંગ્રેસનુ પ્રદેશ માળખુ રચાશે. આ ઉપરાંત 400 નહીં પણ માત્ર 80 જણાંનો જ પ્રદેશના માળખામાં સમાવેશ કરીને સંગઠનની કામગીરી સોંપવામાં આવશે. યુવાઓને તક અપાશે. પક્ષ પ્રત્યે વફાદાર,પ્રજાના કામો કરનારાં અને જે તે વિસ્તારમાં સામાજીક પ્રતિષ્ઠા ધરાવતાં કાર્યકરોને સંગઠનમાં સૃથાન આપવા નક્કી કરાયુ છે.નવા માળખામાં 8 ઉપપ્રમુખ,16 મહામંત્રી,5 પ્રવક્તા,40 મહામંત્રી અને પ પ્રોટોકોલ મંત્રીનો સમાવેશ કરવામાં આવશે.આગામી સૃથાનિક ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જાતિગત-સૃથાનિક રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને સંગઠનમાં નિમણૂંકો અપાશે. પેટાચૂંટણીમાં કોંગ્રેસ સારો દેખાવ કરીને ત્રણ બેઠકો જીતવામાં સફળતા મેળવી હતી. આ જોતાં ત્રણેક ધારાસભ્યોેને રાષ્ટ્રીય કક્ષાએ પણ જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે. સાથે સાથે હાર્દિક પટેલને ય રાષ્ટ્રીય કક્ષાએ સંગઠનમાં હોદ્દો મળી શકે છે.પેપરલીક કાંડમાં આરોપી લખવિંદરસિંહ સિધ્ધુની કોંગ્રેસમાં હકાલપટ્ટી કરાશેબિન સચિવાલય કલાર્કની પરીક્ષામાં પેપરલીક પ્રકરણમાં પોલીસે છ આરોપીની અટકાયત કરી છે જેમાં આરોપી લખવિંદરસિંહ સિધ્ધુ નો સમાવેશ થાય છે. લખવિંદર સિધ્ધુ પ્રદેશ કોંગ્રેસમાં મંત્રીનો હોદ્દો ધરાવે છે. હવે જયારે પેપરલીક પ્રકરણમાં તેની ભૂમિકા સામે આવી છે.વોટ્સએપ દ્વારા પેપર અન્ય લોકોને મોકલવાનો જેના પર  આરોપ છે તે લખવિંદરસિંહ સિધ્ધુને હવે કોંગ્રેસમાં હાંકી કાઢવા નક્કી કરાયુ છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ નિર્ણય લઇ લીધો છે. ટૂંક જ સમયમાં લખવિંદરસિંહ સિધ્ધુને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News