કોંગ્રેસ MLA એ પત્ની સાથે બેડરૂમમાં બનાવ્યો ટિકટૉક વીડિયો, અકાઉન્ટ થઇ ગયું હેક

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-01 16:50:33
  • Views : 870
  • Modified Date : 2019-09-01 16:50:33

બિહારના એક કોંગ્રેસ ધારાસભ્ય રમતરમતમાં મુશ્કેલીમાં મૂકાઇ ગયા, ધારાસભ્ય અને એમની પત્નીનો પર્સનલ બેડરૂમનો વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. હવે ધારાસભ્યને અહેસાસ થઇ રહ્યો છે કે આ વીડિયોથી એમની છાપ ખરાબ થઇ રહી છે. એમનો આરોપ છે કે એમના વિરોધીઓએ પત્નીનો મોબાઇલ હેક કરીને પર્સનલ વીડિયો વાયરલ કરી નાંખ્યો. એમનું કહેવું છે કે વીડિયો ખૂબ પર્સનલ હતો. એની ફરિયાદ એમને જમુઇ એસપીના જનતા દરબારમાં પણ કરી. જિલ્લાના સિકંદરાથી કોંગ્રેસ ધારાસભ્ય સુધીર કુમાર ઉર્ફ બંટી ચૌધરી અને એમની પત્નીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. મામલાને લઇને ધારાસભ્ય એસપીના જનતા દરબારમાં પહોંચી ગયા અને પત્નીનો ફોન હેક કરીને વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરવાની ફરિયાદ કરી દીધી. ચૌધરીએ પોતાની પત્ની સાથે ટિકટૉક વીડિયો બનાવ્યો હતો.ધારાસભ્ય સુધીર કુમાર શુક્રવારે પોતે એસપીના જનતા દરબારમાં જઇને વીડિયોને વાયરલ કરનાર પર કાર્યવાહી કરવાની માગણી કરી છે. સિકંદરા ધારાસભ્યએ એસપીને અરજી આપતા વીડિયો વાયરલ કરવાની તપાસ કરીને દોષિત લોકો પર કાર્યવાહી કરવાની માગણી કરી છે. ધારાસભ્ય બંટી ચૌધરીનું માનીએ તો એમને પોતાની પત્ની સાથે ટિકટૉક વીડિયો બનાવ્યો હતો જે ખૂબ જ પર્સનલ હતો. પરંતુ કોઇએ એમની પત્નીનું અકાઉન્ટ હેક કતરીને એ વીડિયોને સોશ્યલ મીડિયા પર વાયરલ કરી નાંખ્યો. ધારાસભ્યનો આરોપ છે કે એ વીડિયો એમનો પર્સનલ હતો. 


Download Our B K News Today App



Related News