મકાનમાંથી ચોરી થયાની ફરીયાદ

  • Published By :
  • Published Date : 2020-09-14 12:16:19
  • Views : 393
  • Modified Date : 2020-09-14 12:16:19

              ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા પચ્ચાસ વારીયામાં રહેતા ભાવનાબેન હરજીવનભાઇ બારૈયાએ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે તેના પોતાના બંધ મકાનમાંથી કોઇ અજાણ્યો ઇસમ લોખંડનો કબાટ તોડી તેમાંથી રોકડ રૂપિયા 1500ની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી છે. અને આ બનાવ અંગે ફરિયાદીએ આજુબાજુમાં પુછતાછ કરતા જાણવા મળેલ કે કોઇ અજાણ્યા ઇસમે ફરિયાદીની બાજુમાં રહેતા શશીકાંતભાઇ બારૈયાના મકાનમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો અને આ અજાણ્યો ઇસમ અરવિંદભાઇના પોલાભાઇ સરવૈયાના મકાનના દાદર ચડતો હોય ત્યારે અરવિંદભાઇની દિકરી તેને જોઇ જતા અને દેકારો કરતા અજાણ્યો ઇસમ ત્યાથી નાસી ગયો હતો.

Download Our B K News Today App



Related News