ડીસાના કુંપટની પરીણિતા પાસે દહેજ માંગી તગેડી મુકતાં ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-10 17:15:28
  • Views : 591
  • Modified Date : 2020-08-10 17:15:28

    ડીસાના કુંપટની પરિણીતાને ગર્ભ સમયથી જ પતિ સહીત સાસરીયાં પીયરથી પૈસા લાવવા ત્રાસ આપતા હતા. ત્યારે થોડા દિવસ અગાઉ પરિણીતાને મારમારી ઘરમાં રહેવું હોય તો રૂ.50 હજારની માંગ કરી પરિણીતાને કાઢી મુકી હતી અને દીકરાને લઈ લેતાં પરિણીતાનો ભાઇ ભાણેજને લેવા ગયો તો તેને પણ મારી નાખવાની ધમકીઓ આપતા પરિણીતાએ સાસરીયાઓ સામે ફરિયાદ નોધાવી હતી. માલણની યુવતિના લગ્ન ડીસાના કુંપટ ગામે થયા હતા. પરિણીતાને ગર્ભ રહ્યા સમયેથી જ તેના પતિએ પૈસા બાબતે પરિણીતાને ત્રાસ આપી પીયરેથી પૈસા લાવવાનું કહી તે બાદ ડીલેવરી થઇ જતા પરિણીતા અને દીકરા પર ત્રાસ ગુજારી અવારનવાર માર મારતો હતો. જો કે તે બાદ પરિણીતાની માતા તેણીને કરીયાણું ભરી આપતી હોવા છતાં પતિએ તેને ઘરમાં રહેવું હોય તો રૂ. 50 હજાર લાવવાની ધમકીઓ આપી દીકરાને લઇ કાઢી મુકી હતી. જો કે તે બાદ પરિણીતાનો ભાઇ ભાણેજને લેવા બહેનના સાસરીયે ગયો તો તેને પણ માર મારતા શનિવારે પરિણીતાએ મહીલા પોલીસ મથકે તેના પતિ વિપુલભાઇ શંકરભાઇ મકવાણા સહીત દશરથભાઇ શંકરભાઇ મકવાણા અને મુકેશભાઇ શંકરભાઇ મકવાણા સામે ફરિયાદ નોધવી છે 

Download Our B K News Today App



Related News