ડીસાના વાસડા ગામેથી બાઈક ચોરાતાં ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-13 14:38:52
  • Views : 622
  • Modified Date : 2020-08-13 14:38:52

   ડીસા તાલુકાના વાસડા ગામના મોહનલાલ ભુરાજી માળી શુક્રવારે રાત્રીના સાડા દસેક વાગ્યાના સુમારે પોતાનું જીજે-08-એસી-7191 નંબરનું મોટર સાયકલ ખેતરમાં આવેલ ઘર આગળ મુકી સુઇ ગયા હતાં. જો કે, થોડાક સમય બાદ કુતરા ભસવાનો અવાજ થતાં મોહનલાલ માળીએ બહાર આવીને જોતા બાઇક નજરે પડયું ન હતું. જેથી આસપાસ તેમજ ગામમાં તપાસ કરવા છતાં કોઇ ભાળ મળી ન હતી. આથી મોહનલાલ માળીએ ફરિયાદ નોંધાવતા તપાસ હે.કો. શરીફખાન સિન્ધી ચલાવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News