દાંતાના ધાગડીયામાં પાણી ભરવા જતી યુવતીની છેડતી, 4 સામે ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-08 12:58:10
  • Views : 437
  • Modified Date : 2020-08-08 12:58:10

      દાંતાના ધાગડીયા ગામે હેન્ડપંપ પર પાણી ભરવા જતી યુવતિની શખ્સે છેડતી કરી અને અન્ય 3 શખ્સોએ સાથે મળી યુવતિ તેની માતા સહિત બહેનને મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાવી છે. ધાગડીયા ગામે રહેતી યુવતિ બુધવારે રાત્રે આઠ વાગ્યા આસપાસ હેન્ડપંપ પર પાણી ભરવા જતી હતીત્યારે ગામના સરેશ ચુનાભાઇ બેગડીયાએ યુવતીની છેડતી કરી અભદ્ર માંગ કરી યુવતીને અપશબ્દો બોલ્યા હતા. જે બાદ છુપાઇને બેઠેલા અન્ય 3 શખ્સોએ આવી યુવતિ સહિત તેની માતા અને મોટી બહેનને અપશબ્દો બોલી મારી નાખવાની ધમકીઓ આપતા યુવતિએ સરેશ ચુનાભાઇ બેગડીયા, મંગુભાઇ હદાભાઇ બેગડીયા, લક્ષ્મણભાઇ હદાભાઇ બેગડીયા અને ચુનાભાઇ હદાભાઇ બેગડીયા સામે ફરિયાદ નોંધાવી છે

Download Our B K News Today App



Related News