એમ.એસ. યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટી માટેના નવા નિયમને લઇને વિદ્યાર્થીઓનો હોબાળો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-17 19:11:52
  • Views : 447
  • Modified Date : 2019-07-17 19:11:52

પ્રાપ્ત થયેલ વિગતો મુજબ, યુનિવર્સિટીએ કોમર્સ ફેકલ્ટી માટે નવો નિયમ બનાવ્યો જેમાં મેઈન બિલ્ડીંગ પર ભણતા વિદ્યાર્થીઓ સિવાય બીજા કોઈ વિદ્યાર્થીને લેક્ચર ભરવા દેવામાં આવતા નથી. જેને લઈને વિદ્યાર્થીઓએ આજરોજ વિરોધ કરતા યુનિવર્સિટીના સત્તાધીશોએ ફેકલ્ટીના દરવાજા બંધ કર્યા હતા. વડોદરાની MS યુનિવર્સિટીએ નવો નિયમ જાહેર કરતા વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો છે. આ ઘટનામાં NSUIએ નવા વિદ્યાર્થીઓ પર રોફ જમાવવાનો પ્રયત્ન કર્યો હોય તેવુ સામે આવ્યું છે. હાલમાં યુનિવર્સિટીમાં પાદરામાં પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. વડોદરાથી પાદરા 22 કિલોમીટર થાય છે અને ત્યાં MS યુનિવર્સિટીની કોલેજ આવેલી છે. વિદ્યાર્થીઓમાં રોષઆપને જણાવી દઇએ કે, વડોદરાથી પાદરા ન જઈને વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની મુખ્ય બિલ્ડિંગમાં અભ્યાસ કરી રહ્યા છે. જે ક્લાસમાં પ્રવેશ લીધો હોય ત્યાં જ ભણવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. જેને લઈને વિદ્યાર્થીઓમા રોષ જોવા મળ્યો. વિદ્યાર્થીઓને ભડકાવીને NSUIના કાર્યકરો રોફ જમાવતા હોય તેવુ લાગી રહ્યુ છે. કોઈ અન્ય કોલેજમાં પ્રવેશ મેળવીને અને ભવનમાં ભણવા આવતા વિદ્યાર્થીઓ પર પ્રતિબંધ લાગ્યો છે.

Download Our B K News Today App



Related News