ચલો ભાઈ નીકળો, તમારી કોઈ જરૂર નથી: હાર્દિક પટેલ પર રાહુલ ગાંધીનું નિવેદન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-18 15:14:09
  • Views : 492
  • Modified Date : 2022-05-18 15:14:09

 ચલો ભાઈ નીકળો, તમારી કોઈ જરૂર નથી: હાર્દિક પટેલ પર રાહુલ ગાંધીનું નિવેદન

 

હાર્દિક પટેલના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે. રાહુલ ગાંધીએ નિવેદન આપતા જણાવ્યું કે, 'કોંગ્રેસમાંથી જેને જવું હોય તે જઈ શકે છે.' પાર્ટીના અગ્રણીઓને સંદેશ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'જેને ડર લાગે છે તેને પાર્ટીમાંથી બહાર કાઢો. અમને પાર્ટીમાં નિડર લોકો જોઇએ છીએ. કેટલાંક લોકો બહાર છે તેમને પાર્ટીમાં લાવો. RSSના છો તો ભાગો. નથી જોઇતા. RSS અને ભાજપની ટીમમાં જેને જવું હોય તે જઇ શકે છે.'

 

ગુજરાત કોંગ્રેસને લઇને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. છેલ્લાં કેટલાંય સમયથી કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા હાર્દિકે અંતે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં હાર્દિકને કોઇ જવાબદારી નહીં મળી હોવાના આક્ષેપ વચ્ચે હાર્દિકે આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ત્યારે હાર્દિક પટેલના નિર્ણય બાદ હવે સૌ કોઈની નજર નરેશ પટેલના નિર્ણય પર છે મહત્વનું છે કે, નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે હજી પણ સસ્પેન્સ યથાવત રહેવા પામ્યું છે કે શું નરેશ પટેલ પણ જોડાશે ભાજપમાં ?

 

શું નરેશ પટેલ પણ જોડાશે ભાજપમાં?

ઉલ્લેખનીય છે કે ગત રવિવારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પાટીદાર નેતાઓ સાથે 45 મિનીટ સુધી બેઠક કરી હતી. ખોડલધામમાં બપોરે 2 વાગ્યે યોજાયેલી આ બેઠકમાં કોંગ્રેસના પાટીદાર નેતા હાર્દિક પટેલ, પાટીદાર નેતા દિનેશ બાંભણિયા,પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ, યુવાનો પર થયેલા કેસ પાછા ખેંચવા, મારા રાજકીય પ્રવેશ, હાર્દિક પટેલના રાજકારણ વગેરે મહત્વના મુદ્દે ચર્ચા થઈ હતી. આ દરમિયાન નરેશ પટેલે જણાવ્યું કે, મારે રાજકારણમાં જવું કે નહિ અને કયા પક્ષમાં જોડાવું તે આગામી દિવસોસોમાં વધુ ચર્ચા બાદ જાહેર કરીશ. હાર્દક એટલો મેચ્યોર છે જે મને સમજાવી શકે છે. હાર્દિક પટેલના કોંગ્રેસ સાથેના વિવાદ અને ભાજપમાં જોડાવાની અટકળો અંગે પુછાયેલા પ્રશ્ન અંગે નરેશ પટેલે કહ્યું કે, હાર્દિકનો સ્વતંત્ર નિર્ણય છે કે તેને ક્યાં પક્ષમાં જવું ક્યાં પક્ષમાં ન જવું.

 

હાર્દિકે રાજીનામા પત્રમાં કાઢી હૈયાવરાળ: કોંગ્રેસ વિરૂદ્ધ કર્યા આકરા પ્રહાર

હાર્દિક પટેલે રાજીનામા પત્રમાં 'CAA-NRC, ધારા-370, રામ મંદિર જેવા મુદ્દામાં કોંગ્રેસ માત્ર બાધા બની છે. હું જ્યારે પણ હાઇકમાન્ડને મળ્યો ત્યારે તેમનું ધ્યાન માત્ર મોબાઈલમાં જ હતું. હાઇકમાન્ડને ગુજરાત અને ગુજરાતીઓથી નફરત છે. ગુજરાતનાં નેતાઓ દિલ્હીથી આવેલા નેતાને ચિકન સેન્ડવીચ ટાઈમ પર મળી કે નહીં તેની પર જ ધ્યાન આપે છે.'

 

કોંગ્રેસના મોટા નેતાઓએ જાણીજોઈને ગુજરાતની જનતાના મુદ્દા નબળા કર્યા: હાર્દિક

વધુમાં હાર્દિકે પત્રમાં કહ્યું કે, 'કોંગ્રેસ પાર્ટી વિરોધની રાજનીતિ સુધી સીમિત રહી ગઈ. કોગ્રેસ દરેક મુદ્દા પર કેન્દ્ર સરકારના વિરોધ સીમિત રહી ગઈ. કોંગ્રેસનું નેતૃત્વ પાયાનો રોડમેપ પણ જનતા સમક્ષ  પ્રસ્તુત ન કરી શક્યું. કોંગ્રેસના શીર્ષ નેતૃત્વમાં કોઈ પણ મુદ્દામાં ગંભીરતાની ઉણપ રહેલી છે. સમસ્યાઓ કરતા નેતાઓનું ધ્યાન મોબાઈલમાં વધુ હોય છે. જ્યારે દેશને કોંગ્રેસની જરૂર હતી ત્યારે નેતા વિદેશમાં હતા. કોંગ્રેસે યુવાઓના વિશ્વાસને તોડ્યો છે. કોંગ્રેસના મોટા નેતાઓએ જાણીજોઈને ગુજરાતની જનતાના મુદ્દા નબળા કર્યા. કોંગ્રેસના નેતાઓએ આર્થિક ફાયદાઓ ઉઠાવ્યા. કોંગ્રેસના નેતાઓનું વેચાઈ જવું એ જનતા સાથે દગો છે. કોંગ્રેસ ગુજરાતની જનતા માટે સારૂ કરવા જ ઈચ્છતી નથી. જ્યારે મે ગુજરાતનું સારૂ ઈચ્છ્યું ત્યારે કોંગ્રેસે મારો તિરસ્કાર કર્યો. આજે હું મોટી હિમંત કરીને કોંગ્રેસમાંથી રાજીનામુ આપુ છું. મને વિશ્વાસ છે કે મારા સાથીઓ મારા નિર્ણયનું સ્વાગત કરશે.'

 

Download Our B K News Today App



Related News