ખેડૂતે વિદેશથી બિયારણ મંગાવ્યું હતું,હોલસેલ માર્કેટમાં એક નંગ રૂ.25માં વેચાય છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-19 10:50:45
  • Views : 625
  • Modified Date : 2020-03-19 10:50:45

ફ્લાવરની ખેતી કરતા ખેડૂતે સફેદ ફ્લાવરની સાથે આ વર્ષે વિદેશથી બિયારણ મંગાવીને રંગીન ફ્લાવરની ખેતી કરી છે. રંગીન ફ્લાવર હોલસેલ બજારમાં એક નંગ 25 રૂપિયામાં અને મોલ તથા છૂટક બજારમાં 40 થી 50 રૂપિયામાં વેચાય છે. પ્રાંતિજ તાલુકામાં સફેદ ફ્લાવરની ખેતી પુષ્કળ પ્રમાણમાં થાય છે હાલમાં સફેદ ફ્લાવર રોજનું 1200 ટન ગુજરાતના અમદાવાદ, વાપી, સુરત, બરોડા સહિત અન્ય રાજ્યોમાં દિલ્હી, મુંબઈ, રાજસ્થાનમાં પણ માંગ છે. પ્રાંતિજના ખેડૂત કલ્પેશભાઇ જયંતિભાઇ પટેલે પોતાના ખેતરમાં સફેદ ફ્લાવરની સાથે વિદેશથી રંગીન ફ્લાવરનું બિયારણ મંગાવી ખેતી કરી છે. આ રંગીન ફ્લાવર જાંબલી એટલે કે વેલેન્ટીના નામથી અને કેસરી (પીળુ) કેરોટિના નામ થી અને ફોરકલી એટલે વરીયાળીના નામથી ઓળખાય છે. હોલસેલ બજારોના માર્કેટમાં આ રંગીન ફ્લાવરનું એક નંગ-રૂ.25 માં અને મોલ તથા બજારમાં એક નંગ-40 થી 50 માં વેચાય છે. ખેડૂત કલ્પેશભાઇ એ જણાવ્યુ કે શરૂઆતમાં અહીંના માર્કેટમાં રંગીન ફ્લાવર વેચવું મુશ્કેલ હતું પણ હવે બજારમાં તથા મોલમાં મહિલાઓ તેના ફોટા પાડે છે અને ખરીદી પણ કરે છે. આવનાર દિવસોમાં સફેદ ફ્લાવર ની સાથે સાથે ખેડૂતો રંગીન ફ્લાવરની ખેતી તરફ વળશે તેવુ જણાઇ રહ્યુ છે.

Download Our B K News Today App



Related News