બનાસડેરી દ્વારા ગોબરમાંથી CNGનો પ્લાન્ટ, દામા નજીક સીએનજી સ્ટેશન, ગોબર ગેસ પ્લાન્ટનું કામ પૂર્ણતાના આરે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-04 14:23:32
  • Views : 372
  • Modified Date : 2020-08-04 14:23:32

    બનાસ ડેરીએ જિલ્લામાં દર 25 થી 30 ગામે એક ગોબર ગેસ પ્લાન્ટ ઉભો કરવાનો નિર્ણય કર્યો છે. ડીસા થરાદ રોડ રોડ પર દામા સીએનજી સ્ટેશન ગોબર ગેસ પ્લાન્ટનું કામ પૂર્ણતાના આરે છે. આ પ્લાન્ટ ચલાવવા દરરોજ 40 હજાર કિલો છાણ 1 રૂપિયે કિલોના ભાવે ખેડૂતો પાસેથી ખરીદ કરવામાં આવે છે. જેમાંથી 2 હજાર ઘન મીટર રોજ કાચો બાયો ગેસનું ઉત્પાદન થઈ રહ્યુ છે. જેમાંથી દરરોજ 800 ઘનમીટર શુદ્ધ બાયોગેસનું ઉત્પાદન થઈ રહ્યુ છે. આ ગેસને જરૂરિયાત મુજબની દબાણ વધારી સીલીન્ડર દ્વારા ગેસ સ્ટેશન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરાઈ છે. પ્લાન્ટમાં ખરાબ બટાકાને પણ ગેસના ઉત્પાદન માટે ઉપયોગમાં લઈ શકાય તે પ્રમાણેની વ્યવસ્થા કરાઇ છે. બનાસ ડેરીના એમડી કામરાજ ભાઈ ચૌધરી જણાવ્યું હતું કે "પ્લાન્ટ આજુબાજુના 12 ગામોમાં 254 દૂધ ઉત્પાદકો પાસેથી દરરોજ છાણ ખરીદવા રોજે રોજ ટ્રેકટરસાથે ટ્રોલી ખેતરે ખેતરે ફરીને દૂધ ઉત્પાદકની સમક્ષ વજન કરી છાણ એકત્રિત કરવામાં આવી રહ્યું છે.

Download Our B K News Today App



Related News