સુરતમાં 201.86 કરોડના પ્રોજેક્ટનું CMના હસ્તે ઈ-લોકાર્પણ, દેશભરમાં એકમાત્ર સુરતમાં 108 કિમીનો સૌથી લાંબો BRTS કોરિડોર બન્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-20 15:31:52
  • Views : 323
  • Modified Date : 2020-10-20 15:31:52

       બનીને તૈયાર થઈ ગયેલા પરંતુ કોરોનાને પગલે છ મહિનાથી વધુ સમયથી ઉદ્ધઘાટનની‌ રાહ જોવાતી હતી. આ મહત્વના 201.86 કરોડના પ્રોજેક્ટોનું આજે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં પાલિકાના કુંભારિયાથી કડોદરા સુધી લંબાવાયેલા બીઆરટીએસ કોરીડોર ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેથી દેશભરમાં 108 કિમીનો સૌથી લાંબો BRTS કોરિડોર એકમાત્ર સુરતમાં બન્યો છે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરત મહાનગરપાલિકા અને સુડાના 201.86 કરોડના વિકાસકામોનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા લોકાર્પણ કરી, કોરોના સંક્રમણમાં પણ ગુજરાતની વિકાસયાત્રા અવિરત રહી છે, તેનો હર્ષ વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રીએ વિકાસની પ્રતિબદ્વતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા 4 મહિનાઓ દરમિયાન ગુજરાતમાં 12 હજાર કરોડના વિકાસકામોના ઈ-લોકાર્પણ-ખાતમુહૂર્તો કર્યા છે. કોરોના સંક્રમણનો વ્યાપ રોકવા સાથે વિકાસની રાહ પર ગુજરાત અગ્રેસર રહ્યું છે. ગુજરાતનો રીકર્વરી રેટ 90 ટકા તથા મૃત્યૃદર ધટીને 2.25 ટકા જેટલો થયો છે. કોરોના હારશે અને ગુજરાત જીતશેના સંકલ્પ સાથે સૌના સહયોગથી આગળ વધી રહ્યા છીએ એમ તેમણે ઉમેર્યુ હતું.નર્મદ નગરી સુરત સોનાની મૂરત બને તેવી સંકલ્પના સાકાર કરવા સુરત મહાનગરપાલિકા અભિનંદન આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશભરમાં સુરતે બીજા ક્રમે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. દુનિયાના આધુનિક શહેરોની સાથે આપણા શહેરો પણ વિકાસની સ્પર્ધા કરે તેવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કલ્પના સાકાર કરવા ગુજરાતે સોળેકળાએ વિકાસ ખિલવી મહાનગરો-નગરોને અદ્યતન-આધુનિક બનાવ્યા છે. શહેરો માળખાકીય સુવિધા સાથે પર્યાવરણની સુરક્ષા, શાંતિ અને સલામતી માટે કાયદાઓમાં કડક સુધારાઓ કર્યા છે. ગુંડાઓ ગુજરાત છોડે અથવા ગુંડાગીરી છોડે તેવા સુત્ર સાથે સરકારે પોલીસને કડક હાથે કામ લેવાના આદેશો આપ્યા છે. આગામી સમયમાં મેટ્રો રેલ, રીવરફ્રન્ટ, તાપી શુધ્ધિકરણ, ડ્રીમસિટી, ડાયમંડસિટી જેવા સુરતના મહત્વના પ્રોજેકટોને આગળ વધારવા માટે સરકાર યુધ્ધના ધોરણે કાર્ય કરી રહી છે. સુરત શહેર લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી બની રહે તે દિશામાં આગળ વધવાની નેમ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.

Download Our B K News Today App



Related News