આર.આર.મહેતા સાયન્સ કોલેજ ખાતે સાયન્સ ડે ની ઉજવણી કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-01 16:42:58
  • Views : 354
  • Modified Date : 2020-03-01 16:45:35

આર.આર.મહેતા સાયન્સ કોલેજ ખાતે સાયન્સ ડે ની ઉજવણી કરાઈ

 બનાસકાંઠા પાલનપુર ખાતે આવેલી  ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર.આર.મહેતા કોલેજ એન્ડ સી.એલ.પરીખ કોલેજ ઓફ કોમર્સ દ્વારા નેશનલ સાયન્સ ડે ની ઉજવણી તા . ૨૮ / ૦૨ / ૨૦૨૦ ના રોજ કરવામાં આવી હતી. ઉજવણીના ભાગ રૂપે જિલ્લાની જુદી જુદી કોલેજ ના ૨૦૩ વિદ્યાર્થીઓ દ્વારા ૯૩ પોસ્ટર પેપર તથા ૫ ઓરલ પેપર રજૂ કર્યા હતા. આ પ્રસંગે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રસાયણસારાના પ્રો.સી.પી. ભસીન દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રિન્સીપાલ ડો. વાય.બી. ડબગર દ્વારા અંધશ્રદ્ધા છોડી વિજ્ઞાનના આધારે આગળ વધવા હાકલ કરી હતી. ડો. ડી.એન. જોશી દ્વારા સર સીવીશમનના જીવનની રોચક વાતો તથા તેમને મળેલ નોબલ પ્રાઇઝ ઉપર પ્રકાશ પાડેલ હતો. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિભાગોમાં ઓરલ તથા પોસ્ટર પેપર રજૂ કરવામાં આવેલ જેની ગુણવત્તાને આધારે સર્ટીફીકેટ તેમજ પારિતોષિક વિતરણ કરવામાં આવેલ હતુ. પારિતોષિકના દાતા પૂર્વ પ્રિન્સીપાલ, પૂર્વ નિયામક એમ.વી. હાથી દ્વારા વિદ્યાર્થીઓને ટેકનોલોજીનો સદુપયોગ કરી અપડેટ રહેવાની સલાહ આપવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર સ્ટાફના સભ્યોએ ભારી જહેમત ઉઠાવી હતી.


Download Our B K News Today App



Related News