પાલનપુર સિવિલ હોસ્પિટલની બેદરકારીથી દર્દીના મોતનો આક્ષેપ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-04 11:53:07
  • Views : 503
  • Modified Date : 2019-06-04 11:53:07

પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સોમવારે વડગામ તાલુકાના પેપોળ ગામના એક દર્દીને સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. જેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. જોકે, સોનોગ્રાફી સમયસર ન થઇ હોવાના આક્ષેપ સાથે મૃતકના પરિવારજનોએ હોબાળો મચાવતાં ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી.પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ચકચારી બનેલી ઘટનાની વિગતો એવી છે કે, વડગામ તાલુકાના પેપોળ ગામના સેધાભાઈ પરમાર (ઉ.વ.૫૫)ની તબિયત લથડતાં તેઓને સોમવારે સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. જોકે, સોનોગ્રાફી કરવામાં બે કલાક જેટલો સમય લગતા દર્દીનું મોત નિપજ્યું હોવાના આક્ષેપ કરી મૃતકના પરિવારજનોએ હોબાળો કરતાં ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી. અને મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દેતા મામલો ગરમાયો હતો. જોકે, મોડી સાંજે સમજાવટના અંતે સ્વજનોએ મૃતદેહ સ્વિકાર્યો હતો.


Download Our B K News Today App



Related News