ઘાયલોને 108 મારફતે ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. શખ્સોનો હૂમલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-10 16:33:19
  • Views : 3659
  • Modified Date : 2019-11-11 19:18:05

ડીસાના શેરપુરા ગામ ખાતે દિવાળી નિમિત્તે બહેનને મળવા ગયેલા બંને ભાઇઓ પર અંગત અદાવતમાં ત્રણ શખ્સોએ માર મારતા ઘાયલ થયા હતા. ઘાયલોને 108 મારફતે ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.
ડીસા અમૃતનગર સોસાયટીમાં રહેતા બાબુજી રૂપાજી માળી (સોલંકી) ખેતી કરી ગુજરાન ચલાવે છે. મંગળવારે તેમની પત્ની તથા બે દીકરા સાથે શેરપુરા ગામે મળવા ગયા હતા. આ દરમ્યાન શેરપુરા ગામના દિનેશભાઇ ભીખાભાઇ માળી, નેનાજી ભીખાજી માળી તથા નરસીજી ભીખાજી માળી હાથમાં ધોકા લઇ આવ્યા હતા. બાદમાં જૂની અદાવતમાં તેઓએ અપશબ્દો બોલી ધારીયું ઝીંકી ગડદાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે ઘટનાના પગલે લોકો એકત્રિત થઇ ગયા હતા. જોકે ઘાયલોને સારવાર માટે 108 મારફતે ડીસા સિવિલમાં ખસેડ્યા હતા. જેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે મહેસાણા ખસેડયા હતા.

Download Our B K News Today App



Related News