ગુજરાત વિધાનસભાની 6 બેઠકોની પેટા ચૂંટણીમાં પ્રથમ 4 કલાકમાં માત્ર 15% મતદાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-21 17:45:18
  • Views : 418
  • Modified Date : 2019-10-21 17:45:18

ગુજરાત વિધાનસભાની 6 બેઠકો માટેની પેટાચૂંટણીમાં આજે સવારથી મતદાન શરૂ થયુ છે. પ્રથમ ચાર કલાક દરમિયાન નિરસ મતદાન થઈ રહ્યું છે. સવારે બે કલાકમાં થોડું મતદાન થયા બાદ દસ વાગ્યા પછીથી મતદારોની સંખ્યામાં ઘટાડો થયો હતો. તમામ છ બેઠક પર સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધીમાં એટલે કે ચાર કલાક દરમિયાન સરેરાશ 15 ટકા જેટલું મતદાન નોંધાયું છે

ગાંધીનગર ચૂંટણીપંચના સત્તાવાર સૂત્રો જણાવે છે કે બાયડ અને લુણાવાડામાં અને થરાદમાં 20 ટકા મતદાન થયું છે, જ્યારે સમગ્ર રાજ્યની જેના પર નજર છે. તેવી અને અલ્પેશ ઠાકોર જ્યાંથી ચૂંટણી લડે છે. તે રાધનપુર બેઠક પર 19 ટકા જેટલું મતદાન નોંધાયું છે. 

સૌથી ઓછું મતદાન અમદાવાદના અમરાઈવાડી બેઠક પર તેમજ ખેરાલુ બેઠક પર નોંધાયું છે. આ બંને બેઠકો પર બપોરે 12 વાગ્યા સુધીમાં 13થી 14 ટકા જેટલું મતદાન થયું છે.

ઓછા મતદાનને પગલે ભાજપ અને કોંગ્રેસના નેતાએ ચિંતા શરૂ થઈ છે. એટલું જ નહીં પોતાના અનુભવી કાર્યકરો અને આગેવાનોને સુચના આપી છે કે કોઈ પણ હિસાબે મતદારોને મતદાનમથક સુધી ખેંચી લાવો અને મતદાન કરાવો વિદેશ પ્રવાસમાં ગયેલા મુખ્યમંત્રી રૂપાણીએ પણ વધુ મતદાન કરવા માટેની અપીલ કરી છે. 

મુખ્યમંત્રી રૂપાણી હાલમાં ઉઝબેકિસ્તાનના પ્રવાસે છે. તેઓ ત્યાંથી પણ મતદાનના આંકડા મેળવી રહ્યા છે.

પેટા ચૂંટણીના મતદાન અગાઉ ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ એક બીજા પર મતદારોને લોભ-લાલચ આપવાના આક્ષેપો કર્યા હતા. મતદારોને પૈસા તથા દારૂ અપાતો હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. તમામ છ બેઠકોમાં મતદાન સાંજે 5:00 પૂરૂ થશે અને 24મી ઓક્ટોબરે મતગણતરી થશે અને બપોર સુધીમાં રીઝલ્ટ પણ આવી જશે.

Download Our B K News Today App



Related News