કાકોશી ગામની પેટા ચૂંટણીમાં વિજયી ઉમેદવારને અભિનંદન પાઠવતા ચંદનજી ઠાકોર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-09 12:47:23
  • Views : 496
  • Modified Date : 2020-01-09 12:47:23


સિધ્ધપુર ધારાસભ્ય કાર્યાલય ખાતે કાકોશી તાલુકા પંચાયત સીટની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર  વર્ષાબેન પ્રવિણજી ઠાકોર જે ૮૮૫ મતોથી વિજય થયેલ અને સંગીતાબેન દિપકકુમાર બારોટ, જેઓને ફરીવારએ સરપંચ પદે નિમણુંક કરવામાં આવતા સિધ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર હસ્તે ફુલહાર પહેરાવી શાલ આપી અભિનંદન સાથે શુભકામનાઓ આપવામાં આવી. જેમાં જીપીસીસી મંત્રી ઇબ્રાહીમભાઇ ચારોલીયા,જીપીસીસી  સહમંત્રી દશરથભાઈ પટેલ, તાલુકા પ્રમુખ હમીદભાઈ મોકનોજિયા, પૂર્વ પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ અભેસિંહ ઠાકોર, બિપીનભાઈ દવે, દિપકભાઈ બારોટ, રૂપસંગજી ઠાકોર, અનિલભાઈ શ્રીમાળી, જયાબેન શાહ, પ્રકાશજી ઠાકોર કનેશરા સરપંચ, રહીમભાઈ મોમીન, પ્રવિણજી ઠાકોર, યુનુસભાઇ શેખ, અશ્વિનભાઇ પરમાર,  અન્ય આગેવાનો, કાર્યકરો અને ચૂંટાયેલા સભ્યોએ હાજરી આપી હતી.



Download Our B K News Today App



Related News